Homeદે ઘુમા કેહાર્દિક ભારત આવતા જ નતાશાની પોસ્ટે મચાવ્યો ખળભળાટ, ફરી વહેતી થઈ છૂટાછેડાની...

હાર્દિક ભારત આવતા જ નતાશાની પોસ્ટે મચાવ્યો ખળભળાટ, ફરી વહેતી થઈ છૂટાછેડાની હવા !

Team Chabuk-Sports Desk: નતાશા (Natasha) અને હાર્દિક પંડ્યાના (hardik pandya) અંગત જીવનની ચર્ચા લાંબા સમયથી સતત ચાલી રહી છે. ક્રિકેટ વિશ્વકપ પત્યા બાદ હવે હાર્દિક અને નતાશાના છૂટાછેડાની વાતોએ ફરી હવા પકડી છે. ભારતની T20 વર્લ્ડ કપ જીત પર નતાશાના મૌનથી દંપતીના છૂટાછેડાની અફવાઓ ફરી ઉભી થઈ છે. દરમિયાન હવે નતાશાએ ફરી એક એવી પોસ્ટ શેર કરી છે જે જોઈને ફેન્સ વિચારમાં પડી ગયા છે.

મહત્વનું છે કે, જ્યારથી ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો છે ત્યારથી નતાશા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને સતત પોસ્ટ શેર કરી રહી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ટીમ ઈન્ડિયાની જીત પર ન તો તેણે તેના પતિ હાર્દિક વિશે કંઈપણ શેર કર્યું છે અને ન તો તેણે ટીમને અભિનંદન પાઠવ્યા છે. જેથી તે ટ્રોલ પણ થઈ રહી છે.

hardik-natasha

નતાશાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જે યૂઝર્સને ફરીથી કન્ફ્યુઝ કરી રહી છે. નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી વીડિયો શેર કર્યો છે જેમાં અભિનેત્રી ‘ખોવાયેલી’ હોવાની વાત કરતી જોવા મળી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં નતાશા કહી રહી છે કે હું તેને વાંચીને ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે આજે તેને સાંભળવું મારા માટે ખૂબ જ જરૂરી છે. નતાશાએ વધુમાં કહ્યું હતું કે તેથી જ આજે હું મારી સાથે કારમાં ‘બાઇબલ’ લઈને આવી છું અને આજે હું તમને પણ તે શીખવવા માંગુ છું.

વીડિયોમાં આગળ નતાશા કહે છે કે ભગવાન હંમેશા તમારી આગળ ચાલે છે અને તે હંમેશા તમારી સાથે છે. ફક્ત એક જ છે જે તમને ક્યારેય છોડશે નહીં કે તમને નકારશે નહીં. તેથી ડરવાની અને નિરાશ થવાની જરૂર નથી. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણે નિરાશ, દુઃખી અને પરાજય અનુભવીએ છીએ પરંતુ એવું કરવાની જરૂર નથી કારણ કે ભગવાન આપણી સાથે છે. નતાશાએ કહ્યું હતું કે આજે તમે જે પણ પરિસ્થિતિમાં છો તે ભગવાન પહેલાથી જ જાણે છે.

નતાશાની આ પોસ્ટ સામે આવ્યા બાદ યુઝર્સ ફરી ચિંતિત છે. દરેક વ્યક્તિ વિચારી રહી છે કે નતાશા આ પોસ્ટ દ્વારા શું કહેવા માંગે છે? નતાશાની આ પહેલી પોસ્ટ નથી જે યુઝર્સને પરેશાન કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments