Team Chabuk-Gujarat Desk: રાજકોટના મંગળા રોડ પર યુવતી સાથે જાહેરમાં છેડતી થયાની ઘટના સામે આવી છે. રાજકોટના મંગળા મેઇન રોડ પરથી પસાર થઈ રહેલી નર્સ યુવતીને પકડીને એક શખ્સે નશાની હાલતમાં છેડતી કરી હતી. જો કે યુવતીએ આ શખ્સનો પ્રતિકાર કર્યો હતો અને ત્યારબાદ સ્થાનિક લોકો એકઠાં થઈ ગયા હતા અને છેડતી કરનાર આ શખ્સને મેથીપાક ચખાડ્યો હતો.
મંગળા રોડ પર યુવતી સાથે છેડતીની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ શખ્સને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. રાજકોટના મંગળા મેઇન રોડ પર એક નર્સ યુવતી આ રસ્તા પરથી પસાર થઇ રહી હતી ત્યારે સામેથી ચાલીને આવતા શખ્સે યુવતીનો હાથ પકડીને તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ આ શખ્સને મચક આપી ન હતી અને તેનો પ્રતિકાર કર્યો હતો. જેથી આ શખ્સ વધુ ઉશ્કેરાયો હતો અને તેણે યુવતી સાથે બળજબરી કરી માર મારવા લાગ્યો હતો.
રાજકોટના મંગળા રોડ પર જાહેરમાં યુવતીની છેડતી#rajkot pic.twitter.com/KyOA8rWeAH
— thechabuk (@thechabuk) May 10, 2022
બરાબર આ જ સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકો અને રીક્ષા ચાલકે આ શખ્સને પકડી લીધો હતો અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ આ શખ્સ પાસેથી યુવતીને મુક્ત કરાવી હતી. આ શખ્સે દારુનો નશો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ શખ્સ અવાર નવાર યુવતીને પકડીને તેની છેડતી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાના સીસી ટીવી પણ બહાર આવ્યા હતા. મામલાની જાણ થતાં પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો અને તેને ઝડપી પાડયો હતો. તેનું નામ ભાવેશ બીજલભાઇ ઝરીયા હોવાનું બહાર આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
