Homeગુર્જર નગરીરાજકોટના ઉપલેટામાં અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત

રાજકોટના ઉપલેટામાં અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટના ઉપલેટા તાલુકામાં ટુ-વ્હીલર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવકના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને બંને મૃતક યુવકોને પીએમ અર્થે ખસેડાયા અને આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલા વાડાસડા ગામની ચોકડી પાસે વેરાવળ પાર્સિંગની GJ/32/B/2071 નંબરની i20 ના કારચાલકે GJ/10/BA/1939 નંબરની સ્પ્લેન્ડરમાં સવાર ત્રણ યુવકોને પાછળથી ટક્કર મારી હતી. ગંભીર અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી છે.

અકસ્માતમાં ટુ-વ્હીલર સવાર ત્રણ યુવકો પૈકી એક યુવક સામત ઉર્ફે ભોલો ધનજીભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે બીજા યુવક મહેશ ઉર્ફે મનોજ ધનજીભાઈ ચૌહાણ નામના યુવકનું ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને મૃતક યુવકો સગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે અને આ બંને મૃતક યુવકો જામજોધપુર તાલુકાના નાની ગોપ ગામના રહેવાસી હતા. અકસ્માતમાં નગીન લાલજીભાઈ ઉર્ફે લાલાભાઈ ઢાંકેચા નામનો યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. 

daiper

ઈજાગ્રસ્ત નગીન લાલજીભાઈ કુતિયાણા તાલુકાના તરસાઈ ગામનો રહેવાસી છે. ત્રણેય યુવકો વાલ્મિકી સમાજના હોવાનું જાણવા મળ્યું છે અને લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે વાડાસડા ગામ આવ્યા હતાં અને ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને બંને યુવકોને પીએમ અર્થે ખસેડાયા બાદ આગળની તપાસ હાથ ધરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments