Homeગુર્જર નગરી15 વર્ષની સગીરા 16 વર્ષના કિશોરના પ્રેમમાં પડી, બે વખત દુષ્કર્મ આચર્યું...

15 વર્ષની સગીરા 16 વર્ષના કિશોરના પ્રેમમાં પડી, બે વખત દુષ્કર્મ આચર્યું અને…..

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાંથી એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગરમાં 15 વર્ષીય સગીરા નજીકમાં રહેતા 16 વર્ષીય કિશોરના પ્રેમમાં પડી હતી. સગીરા સાથે કિશોરે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનુ બહાર આવ્યું હતું. પરિવારને પોક્સો હેઠળ કિશોર સામે ગુનો નોધાવતા મેઘાણીનગર પોલીસે કિશોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેઘાણીનગર વિસ્તારમાં 15 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. સગીરા ધોરણ-9માં અભ્યાસ કરે છે. દરમિયાનમાં તેની પડોશમાં 16 વર્ષીય કિશોર રહે છે. કિશોર અને સગીરા વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. દરમિયાનમાં સગીરા પર કિશોરે દુષ્કર્મ આચર્યું હતું. બે વખત દુષ્કર્મ આચર્યાની જાણ સગીરાના પરિવારને થઇ હતી.

પરિવારે ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસને કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોધી કિશોરની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કિશોર 16 વર્ષીય અને સગીરા 15 વર્ષની હતી બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હોવાની ચોકાવનારી ઘટના સમાજ માટે લાલબત્તી સમાન હોવાનું પોલીસ માની રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments