Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 5, 6 અને 7 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદી પડવાની શક્યતા રહેલી છે.
જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તેમજ મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી તા. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમુક જગ્યા પર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો આગામી તા. 5, 6 અને 7 એપ્રિલનાં રોજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર સહિતના વિસ્તારોમાં ભારેથી હળવા વરસાદ થવાની શક્યતા રહેલી છે.
આગામી તા. 7 એપ્રિલના રોજ હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ ભારેથી હળવા વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાનમાં 2 થી 3 ડીગ્રી ઘટેલુ છે. જ્યારે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે તેવી સંભાવના રહેલી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત