Team Chabuk-Gujarat DesK: ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણીને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ગુજરાતમાં લગ્ન નોંધણી કરાવતી વખતે પતિ-પત્નીનું થેલેસેમિયાનું સર્ટિફિકેટ જોડવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. થેલેસેમિયાના વધી રહેલા કેસને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે લગ્ન નોંધણી સમયે પતિ-પત્નીએ માન્યતા પ્રાપ્ત ડોકટરનું થેલેસેમિયા અંગેનું સર્ટિફિકેટ જોડવું પડશે. થેલેસેમિયા વાળા બાળકોને જન્મતા અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરશે.
મહત્વનું છે કે, લગ્ન કરતા પુરુષ અને સ્ત્રીમાંથી કોઈ પણ એકને થેલેસેમિયાનો રોગ હોય તો તેવા દંપતીને થેલેસેમિયાવાળું બાળક જન્મે તેવી 25 ટકા શક્યતા રહેલી છે. પુરુષ અને સ્ત્રી બંને થેલેસેમિયા માઇનર હોય તો તેવા દંપતીને થેલેસેમિયા મેજર બાળક જન્મે તેવી 50 ટકા શક્યતા રહેલી છે. આવા બાળકનું આયુષ્ય ઓછું હોય છે. આ કારણે જ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે લગ્ન નોંધણી વખતે થેલેસેમિયાનું સર્ટિફિકેટ જોડવું ફરજિયાત છે.

થેલેસેમિયા શું છે?
તમને જણાવી દઈએ કે, થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનાવવામાં નિષ્ફળ જાય છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે આપણા લોહીમાં લાલ રક્ત કણમાં હિમોગ્લોબીન નામનું એક પ્રોટીન હોય છે, જે માનવ શરીરના દરેક અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આપણે જે ભોજન લઈએ છીએ તેમાંથી લોહતત્વ મળે છે અને હાડકા વચ્ચે રહેલી અસ્થિમજ્જા આ લોહતત્વને હિમોગ્લોબીનમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. તો બીજીતરફ થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિની અસ્થિમજ્જાથી લોહતત્વનું હિમોગ્લોબીનમાં રૂપાંતર થઇ શકતું નથી. જેના કારણે શરીરના અન્ય અવયવોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો અને અવયવોની કાર્ય કરવાની ક્ષમતા પર તેની અસર પડે છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિના શરીરના અવયવો નબળા પડતા અંતમાં તેમણે અનેક સમસ્યાઓ અને બીમારીઓનો સામનો કરવો પડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
