Team Chabuk-Gujarat Desk: રાજસ્થાનના ચિત્તોડગઢમાં સર્જાયેલા અકસ્માતમાં અમદાવાદના દંપતીનું મોત થયું છે. પતિ-પત્નીના મોત થતાં બે પુત્રી અને એક પુત્રએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. ચિત્તોડગઢ શહેર નજીક સિક્સલેન પર બુધવારે મોડી રાત્રે એક કાર સવાર દંપતીનું અકસ્માતમાં મોત થયું હતું. ત્યારે તેમની બે પુત્રી અને એક પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ ત્રણેયને ઉદયપુર રીફર કરવામાં આવ્યા હતા. લગ્ન સમારોહમાં હાજરી આપી પરિવાર અમદાવાદ પરત ફરી રહ્યો હતો.
અમદાવાદના વિનોબા ભાવે નગર વિંજોલમાં રહેતો 41 વર્ષીય શત્રુઘ્ન તિવારી તેની પત્ની સરિતા (ઉંમર વર્ષ 38), બે પુત્રીઓ પાયલ (ઉંમર વર્ષ 18), પલક (ઉંમર વર્ષ 16) અને પુત્ર તેજસ્વી (ઉંમર વર્ષ 11) સાથે કારમાં બિહારથી અમદાવાદ જઈ રહ્યા હતા. નરપતના ખેડી પુલિયાથી ઉદયપુર તરફ અડધો કિલોમીટર દૂર સાંવલિયા હોટલ પાસે સવારે 2.30 વાગ્યે કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી.

જોરદાર અવાજ સાંભળીને થોડે દૂર ઉભેલા લોકો તરત જ નજીક પહોંચી ગયા. ત્યાર બાદ પોલીસ કંટ્રોલ રૂમ, સદર પોલીસ સ્ટેશન અને 108ને જાણ કરવામાં આવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચાલક શત્રુઘ્નનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પત્ની સરિતા અને ત્રણેય બાળકોને શ્રીસાંવલિયાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સરિતાનું પણ મોત થયું હતુંય
પાયલ, પલક અને તેજસ્વીને ગંભીર હાલતને કારણે ઉદયપુર રિફર કરવામાં આવ્યા હતા. સદર પોલીસ સ્ટેશનના એસઆઈ સુરેન્દ્ર સિંહ ઘટનાની જાણ થતા તરતજ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે અથડામણમાં સંડોવાયેલ અજાણ્યું વાહન સ્થળ પર મળી આવ્યું ન હતું. મૃતકના ખિસ્સામાંથી મળી આવેલા ડ્રાઇવિંગ લાયસન્સ પરથી તેની ઓળખ થઈ હતી.
મળેલી માહિતી અનુસાર પરિવાર મૂળ બિહારનો છે અને હાલ ગુજરાતના અમદાવાદમાં ધંધો કરે છે. બિહારના પિહાર ખાતે સરિતાના પિયરમાં લગ્ન પ્રસંગ હોવાથી પરિવાર ત્યાં ગયો હતો. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. પોલીસે અમદાવાદ અને બિહારના સંબંધીઓનો સંપર્ક કરી જાણ કરી હતી. પરિવારના લોકો ઘટના સ્થળે આવશે ત્યારબાદ તેમને મૃતદેહ સોપવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
