Team Chabuk-Gujarat Desk: હાલ વિશ્વમાં વાતાવરણમાં થતા ફેરફારની અસરો પર્યાવરણ અને મનુષ્ય બંને માટે ચિંતાનો વિષય છે. તાપમાનમાં વધારો, સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થયેલો વધારો અને ઉત્તર ગોળાર્ધમાં બરફ આચ્છાદિત વિસ્તારોમાં નોંધાયેલા ઘટાડો તેના સૌથી મોટા ઉદાહરણો છે. વિશ્વ માટે સૌથી મોટી ચિંતા અંગે વિવિધ સંશોધનનો પણ શરૂ છે. હવે ગુજરાતમાં પણ વાતાવરણ અંગે સંશોધન શરૂ થયું છે.
વાતાવરણમાં થતાં ફેરફાર અંગે હાલ વિશ્વમાં અનેક પ્રકારના સંશોધન ચાલી રહ્યા છે. ત્યારે વિદેશી વૈજ્ઞાનિકોએ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પસંદ કર્યો છે. ઈસ્ટોનિયા દેશની યુનિવર્સિટી ઓફ ટાટુના વૈજ્ઞાનિક ડોક્ટર યોનેકોટાએ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના પ્રોફેસર પરેશ પોરિયાને સાથે રાખીને સંશોધન શરૂ કર્યું છે.

વાતાવરણમાં થતી પરિવર્તનની અસર સૌથી પહેલાં પ્રાણીઓમાં થાય છે. જેને લઈને દરિયાઈ વનસ્પતિ અને દરિયાઈ જીવો પર વાતાવરણની થતી અસર અંગે સંશોધન શરૂ કરાયું છે. સંશોધનમાં ચોંકાવનારા પરિણામો મળે તેવી શક્યતા છે.
આ અંગે બહાઉદ્દીન કોલેજના પ્રોફેસર પરેશ પોરિયાએ કહ્યું કે, દરિયાકાંઠાની અંદર ખાસ કરીને ભરતી-ઓટ વિસ્તારમાં જે પ્રાણીઓ હોય છે એ એક ક્લાઈમેટ ચેન્જના સાચા ઈન્ડિકેટર હોય છે. યુરોપના ઈસ્ટોનિયા દેશની યુનિવર્સિટી ઓફ ટાટુના મરીન સાયન્સ વિભાગના વૈજ્ઞાનિક ડૉક્ટર યોનેકોટા સાથે અમારું સંશોધનકાર્ય ચાલું છે.

જ્યારે કોલેજના પ્રિન્સિપાલે કહ્યું કે, આ અભ્યાસમાં પ્રોફેસર યોનાકોટાએ બહાઉદ્દીન કોલેજના ડૉ.પરેશ પોરિયાને એના રિસર્ચના આધારે પસંદ કર્યા છે. હવે એ રિસર્ચ વર્ક પર બહાઉદ્દીન સાયન્સ કોલેજ અને યુનિવર્સિટી ઓફ ટાટુ સાથે મળીને કામ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
