Homeગુર્જર નગરીકોંગ્રેસે ખોલ્યું વધુ એક પત્તુ, આ 11 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર

કોંગ્રેસે ખોલ્યું વધુ એક પત્તુ, આ 11 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર

Team Chabuk-Gujarat desk: કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની વધુ 11 બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ યાદીમાં કોંગ્રેસે પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, ગાંધીનગરથી સોનલ પટેલ, અમરેલીથી જેની ઠુંમર, જામનગરથી જે.પી.મોરવિયા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, દાહોરથી ડો. પ્રભા તાવિયાડ અને સુરતથી નિલેશ કુંભાણીના નામની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે, આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે.

Cong candidate

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments