Homeગુર્જર નગરીજૂનાગઢવાસીઓ 24 જુલાઈ રાત્રિના 12 વાગ્યા સુધી કામ વગર બહાર ન નીકળતા

જૂનાગઢવાસીઓ 24 જુલાઈ રાત્રિના 12 વાગ્યા સુધી કામ વગર બહાર ન નીકળતા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢની અતિ અસરગ્રસ્ત સોસાયટઓમાં રાત્રે ફૂડ પેકેટનું વિતરણ કરાયું. જૂનાગઢમાં ભારે વરસાદની લીધે અનેક સોસાયટીમાં પાણી આવતા ઘરવખરીને પણ અસર થઈ છે. શહેરના અતિ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાત્રે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને સંસ્થાઓના સંકલનથી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

23 જૂનની આગાહીના પગલે જૂનાગઢમાં રાત્રે પાંચ સ્થળોએ સુરક્ષા ટીમો તૈનાત રહેશે

જૂનાગઢમાં ભારે વરસાદના પગલે NDRF અને SDRFની ટીમોએ જરૂરી રાહત બચાવવાની કામગીરી કરી હતી. આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોય જિલ્લા કલેકટર એસપી, મ્યુ. કમિશનરના સંકલન હેઠળ શહેરના પાંચ સ્થળોએ રાત્રે સુરક્ષા ટીમોએ પોઝિશન સંભાળી છે. એક ટીમને કલેકટર કચેરી ખાતે રાખવામાં આવી છે. બહારના જિલ્લામાંથી આવી રહેલી એક ટીમને દોલતપરામાં રાખવામાં આવશે. અન્ય એક ટીમને વિશ્વકર્મા મધુરમ વિસ્તારમાં તેમજ એક ટીમને ભવનાથમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું

લોકોને તારીખ 24 રાત્રિના બાર વાગ્યા સુધી આવશ્યક હોય તે સિવાય બિનજરૂરીતે બહાર નીકળવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.જૂનાગઢના પ્રવાસન સ્થળો પર પ્રવેશ પર નિષેધ: કલેકટર અનિલ રાણા વસિયાએ લોકોની ભારે વરસાદની આગાહીના પગલે જાહેર હિતમાં જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

Junagadh Heavy Rain

અતિવૃષ્ટિની સ્થિતિમા સામૂહિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ નું તંત્ર સજ્જ

સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં 30 બેડ જનરેટર સહિતની વ્યવસ્થા છે. જૂનાગઢ જિલ્લામાં હાલની વરસાદની પરિસ્થિતિ અને હજુ બે દિવસની આગાહી ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા જરૂરી તકેદારીના પૂર્વ પગલાં લેવામાં આવ્યા છે. સિવિલ સર્જન ડૉ. પાલાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર, પોલીસ સહિતના અધિકારીઓ સાથે સિવિલ હોસ્પિટલનું તંત્રના સંપર્ક -સંકલનમાં છે અને હજુ સુધી સામૂહિક જાનહાનીનો કોઈ બનાવ- કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયો નથી. સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા આ સ્થિતિમાં 30 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ પણ છે. હાલની સ્થિતિમાં આજે 12 સગર્ભા બહેનો દાખલ કરવામાં આવી હતી. જેની તબિયત સામાન્ય છે.

અતિવૃષ્ટિની સ્થિતિમાં
અસરગ્રસ્ત ઈજાગ્રસ્ત લોકોની તાત્કાલિક સારવારમાં કોઈ તકલીફ ન પડે તે માટે જનરેટરના સેટ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.જૂનાગઢમાં રાયજીબાગ વિસ્તારમાં તંત્ર દ્વારા સાફ સફાઈ અને પંપ વાટે પાણી બહાર કાઢવાની કામગીરી રાતભર ચાલું રાખવામાં આવી હતી. ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપર વાસમાંથી પાણી આવવાના કારણે સામરડા, શરમા, ઘોડાદર, બગસરા ઘેડ, હંટરપુર, ભાથરોટ, સાંઢા, ફુલરામાં, લાંગડ, મિતિ, ઓસા, થલી એમ માંગરોળ તાલુકાના કુલ 12 ગામના રસ્તાઓ બંધ છે.

માંગરોળ તાલુકામાં આગમચેતી પગલાના ભાગરૂપે 1,592 લોકોનું ગઈરાત્રે સ્થળાંતર થયેલું જેવો હાલ પોત પોતાના ઘરે જતા રહેલ છે હાલ સ્થળાંતર શૂન્ય છે
ઉપરવાસમાંથી આવી રહેલા પાણીને કારણે કેશોદ તાલુકાના મઢડા, બામણાસા, ઇન્દ્રાણા, મુળીયાસા, અખોદડ, સરોડ ખમીદાણા ખીરસરા અને બાલાગામના રસ્તા બંધ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments