Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો. મણિનગર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે બેફામ કાર ચલાવી હતી. નબીરાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાંકડા સાથે કાર અથડાઈ હતી. જે બાદ કાર પલટી ગઈ હતી. સદનસીબે દુર્ઘટનામાં કોઇ જાનહાનિ ન હતી થઈ. દુર્ઘટના સમયે કારમાં ચારથી પાંચ લોકો સવાર હતા. અકસ્માત બાદ કારમાંથી બિયરની બોટલો મળી આવી હોવાની વિગતો છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, મણિનગર વિસ્તારમાં રવિવારે મોડી રાતે રાજકમલ બેકરી પાસે એક કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર બાકડા સાથે અથડાઈ હતી. બીજી બાજુ બાકડા પર લોકો પણ બેઠા હતા પરંતુ તેઓ કાર આવતી દેખાતા ત્યાંથી હટી ગયા હતા. જો તેઓ બાકડાથી ઉભા થવામાં થોડી પણ વાર કરતા તો વિચારી પણ ન શકાય. સદનસીબે ત્યાં બેઠેલા કોઇને પણ કોઇ ઇજા થઇ નથી.

સ્થાનિકોનું ટોળી ભેગુ થઇ ગયું હતુ. જ્યાં લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતુ કે, ગાડીમાં સવાર લોકો નશાની હાલતમાં છે. જેના કારણે જ તેઓએ આ અકસ્માત કર્યો છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર આવીને કારમાં તપાસ કરી હતી. આ કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
