Homeગુર્જર નગરીજૂનાગઢ: સિંહ સાથે રહેનારા અજગરથી ડરે ? અજગરે બાળકને પકડી લીધું તો...

જૂનાગઢ: સિંહ સાથે રહેનારા અજગરથી ડરે ? અજગરે બાળકને પકડી લીધું તો બાળકે અજગર પર મુક્કા વરસાવ્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના માળિયા હાટિના તાલુકમાં એક ચોંકાવનારી ઘટના બની. અહીં અજગરે બાળકનો શિકાર કરવાની કોશિશ કરી. જો કે, બહાદુર બાળકે અજગરનો હિંમતભેર સામનો કર્યો અને તેની પકડમાંથી જેમ-તેમ કરી છૂટ્યો. બાદમાં અજગરનું રેસ્ક્યૂ કરાયું અને તેને પણ વન વિભાગની ટીમ સાથે લઈ ગઈ.

ઘટના જૂનાગઢના માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની છે. અહીં રહેતાં સીમમાં દસ વર્ષના બાળકની બહાદુરીનો કિસ્સો ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ  માળિયા તાલુકાના જલંધર ગામની સીમમાં રહેતા મધુબેન વરજાંગભાઇ કરમટાનો દસ વર્ષનો પુત્ર આશિષ રવિવારરે ઘરની બહાર આવેલા પોતાના ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે 14 ફૂટ લાંબા અજગરે  તેનો પગ પકડી લીધો હતો અને તેને ગળી જવા પ્રયાસ કર્યો હતો પરંતુ બહાદુર બાળક એમ હાર માને તેવું ન હતું. અજગરે પોતાના 20 દાંત બાળકના પગમાં બેસાડી દેવા છતાં તેણે અજગર સાથે બાથ ભીડી અને અજગરની પકડમાંથી છૂટી ગયું.

દાવો છે કે, જ્યારે અજગરે તેને પકડી લીધો ત્યારે તેણે અજગરના મોઢા પર મુક્કા માર્યા. સતત મુક્કાબાજી સહન કર્યા બાદ અજગરની પકડ ઢીલી થઈ હતી અને આખરે તેને બાળકનો પગ છોડવો પડ્યો હતો.આ ઘટનામાં બાળકને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો. તબીબના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત બાળકને પગના ભાગે અજગરે 20 દાંત બેસાડી દીધા હતા.

advertisement-1

બીજી તરફ આશિષ પગ છોડાવીને દોડીને પોતાના પિતા પાસે પહોંચી ગયો હતો અને સમગ્ર વાત કહી હતી. ત્યારબાદ આશિષના પિતાએ તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરી હતી. વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને 14 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. જે બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ બાળકની હાલત સ્થિર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments