Team Chabuk-Gujarat Desk: લોક પ્રતિનિધિઓ સાથેનો મારો વિચાર વિમર્શ ખૂબ ફળદાયી રહ્યો છે અને રચનાત્મક ઉપયોગી સૂચનો મળ્યા છે, એવી લાગણી વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ઔધોગિક રીતે વિકસી અને વિસ્તરી રહેલા વડોદરા શહેરના પોલીસ દળને વધુ અદ્યતન બનાવવાની સાથે ખાલી જગ્યાઓ શક્ય તેટલી ભરી શકાય તે માટે ઉચિત પ્રયત્નો કરવામાં આવશે.
વડોદરાની શી ટીમને ધન્યવાદ આપતા તેમણે કહ્યું હતું કે, વડોદરા શહેર પોલીસની શી ટીમે ગુમશુદાની શોધ અને વડીલોની સેવા સહિત ખૂબ સંવેદના ભરેલી કામગીરી કરી છે. સાંસદ, ધારાસભ્યોએ પણ તેની પ્રશંસા કરી છે. આ ટીમની સંવેદનાસભર કામગીરીની મને ખુદને અનુભૂતિ થઈ છે. હું આ ટીમને ધન્યવાદ આપું છું.
વડોદરાના પોલીસની કામગીરીને વખાણતા કહ્યું કે, ડ્રગ્સ જેવા દુષણો સામે પોલીસની સાથે રહીને સામાજિક મુહિમ છેડવામાં આવે એવી મારી લાગણી છે. સામાજિક સંસ્થાઓ, જુદા જુદા વિભાગો સાથે મળીને કામ કરે જેથી સારા પરિણામો મળશે. વડોદરા પોલીસે ગુનાઓ ડામવા માટે તેની સ્ટ્રેન્થ પ્રમાણે સારા પ્રયત્નો કર્યા છે અને સારા પરિણામો મેળવ્યા છે. અછોડા તોડીના કેસો ઘટાડવામાં સફળતા મળી છે.
વધુમાં તેઓએ કહ્યું કે, વ્યાજખોરોના ત્રાસ સામે આખા રાજ્યમાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. લોકો તેમના ત્રાસની બાબતમાં સ્થાનિક પોલીસને, પોલીસ કમિશનરને જરૂર જણાયે મને જાણ કરે. રાજ્યમાં SOPને આધારે જુદાં જુદાં તહેવારો ઉજવાય રહ્યાં છે. ઈદના તહેવાર માટે SOP નિર્ધારિત કરી છે. તે પ્રમાણે જુલુસમાં સંખ્યા મર્યાદા અને વિસ્તાર જાળવીને ઉજવણી કરી શકાશે. ચુંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી ઘણાં સારા સૂચનો મળ્યા છે અને તે ધ્યાનમાં લઈને સુચારૂ નિર્ણયો લેવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત