Homeગુર્જર નગરીગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવુ રહેશે વાતાવરણ, જાણો શું છે હવામાન વિભાગની...

ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવુ રહેશે વાતાવરણ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ મનોરમા મોહંતીએ જણાવ્યું કે ત્રણ દિવસ પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ જ આગાહી નથી. તાપમાન પણ યથાવત રહેશે. અરબી સમુદ્રમાંથી પવન ફુકાવાના કારણે રાજ્યમાં તાપમાનમાં એકાદ ડિગ્રી વધઘટ રહેશે. અમદાવાદ શહેરનું તાપમાન 41 ડિગ્રીને આસપાસ રહેશે ત્યારે અમદાવાદને યલો કલર હવામાન વિભાગે આપ્યું છે.

doctor plus

આ સાથે તેમણે રાજ્યમાં પડી રહેલી ગરમી અંગે વાત કરીને જણાવ્યું છે કે 1-2 ડિગ્રીનો ઘટાડો તાપમાનમાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગે ગરમી ઘટવાની આગાહી કરી છે પરંતુ ભેજનું પ્રમાણ વધુ હોવાથી અકળામણ યથાવત રહી શકે છે. રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે જ્યાં 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ વરસાદ થવાની શક્યતા નથી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments