Homeગુર્જર નગરીવંથલી-સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત, રાજકોટના ASIનું મોત

વંથલી-સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત, રાજકોટના ASIનું મોત

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં વંથલી-સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના ASIનું મોત થયું છે. જ્યારે આ અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. અકસ્માતમાં ઈજા પામેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો બુકડો બોલી ગયો છે. તો અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.

doctor plus

મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢના વંથલી પાસે ઓજત નદી પર બનેલા પુલ પર બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં એક કારમાં મુસાફરી કરી રહેલા રાજકોટના ASI પંકજ દીક્ષિત ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પંકજ દીક્ષિતને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેઓએ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સ્થળેથી નેત્રમ શાખાના PSI પ્રતિક મશરૂ તથા ડ્રાઈવર મહેશ છુછર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એવામાં તેમણે પોલીસ વાનમાં 2 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.

જ્યારે અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તોને 108 મારફતે જૂનાગઢ હોસ્પિલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વંથલી-સોમનાથ બાયપાસ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પોલીસ પણ લોકોને અકસ્માત રોકવા માટે જાગૃત કરતી હોય છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments