Team Chabuk-Gujarat Desk: ખેડાના ડાકોરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. 52 વર્ષીય સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર અજય વાલા સામે તેનાથી અડધી ઉંમરની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
આરોપ છે કે, યુવતીના લગ્ન થઇ ગયા બાદ પણ હોસ્પિટલના ડોક્ટર તેનો પીછો છોડતો ન હતો. ડોક્ટર યુવતીને છૂટાછેડા લેવા પણ ધમકી આપતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હાલમાં ડાકોર પોલીસે ફરિયાદ નોંધી આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, CHC ક્વાર્ટસ અને પોતાની ઓફિસમાં ડોક્ટર યુવતી સાથે શારીરિક અડપલાં કરતો હતો. એટલું જ નહીં આણંદમાં આવેલા પોતાના બંગલામાં યુવતીને લઈ જઈને અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું છે.
યુવતીનો એવો આરોપ છે કે, તેના લગ્ન થઈ ગયા બાદ પણ ડૉક્ટર તેનો પીછો ન હોતો છોડતો. તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ આચરતો હતો. વાત આટલેથી જ નથી અટકતી. પરંતુ ડો. અજય વાલા યુવતીને ધાકધમકી પણ આપતો હતો. તેણે યુવતીને છૂટાછેડા લેવા માટે દબાણ કરતો.
ડૉક્ટરની વારંવારની હેરાનગતિથી યુવતીના લગ્નજીવનમાં પણ ભંગાણ પડ્યું હતું. આથી, આખરે યુવતી પોલીસ સ્ટેશને પહોંચી અને ડોક્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. હાલ પોલીસે કલમ 376(2)e, 376(2)n અને 506 મુજબ ડૉક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત