શૈલેષ નાઘેરાઃ રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાના કારણે અનેક લોકો બેઘર બની ગયા છે. અનેક લોકોને અસર પહોંચી છે. વાવાઝોડાના વિનાશ બાદ બેઘર અને અસરગ્રસ્ત લોકો માટે વેરાવળ સહિત બે તાલુકાના યુવાનોએ રાશન કિટ તૈયાર કરીને જરૂરિયાતમંદ લોકોને આપવાની સેવા શરૂ કરી છે. યુવાનોએ 5 હજાર જેટલી રાશન કિટ તૈયાર કરીને આસપાસના વિસ્તારમાં વહેંચવાનું શરૂ કર્યું છે.
ઉના સહિત આસપાસના પંથકમાં વાવાઝોડાને કારણે મોટી ખુવારી અને નુકશાન થયું છે. વેરાવળ, સૂત્રાપાડા અને તાલાલાના યુવાનોએ મદદનો હાથ લંબાવ્યો છે. આ યુવાનોએ અસરગ્રસ્તોની વ્હારે આવી તેમને જીવનજરૂરી વસ્તુઓની કિટ પહોંચાડવા તૈયારી શરૂ કરી દીધી છે. યુવાનો દ્વારા અનાજ કરીયાણાની કિટ બનાવીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

ઉનાના અંતરિયાળ ગામોની હાલત સૌથી વધારે કફોડી થઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે યુવાનોએ 5 હજાર કીટ બનાવીને રવાના કરી દીધી છે.
કોરોના બાદ આ વાવાઝોડાથી ગરીબ અને શ્રમિક વર્ગ પર પડતા પર પાટુ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ સ્થિતિમાં તેમની સહાય કરવા માટે કરીયાણાની કિટ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ઘઉંનો લોટ, મગ, ચોખા, ખાદ્યતેલ સહિત કરિયાણું અને મસાલા આપવામાં આવે છે. અને તે માટે વેરાવળના યુવાનો આગળ આવ્યા છે.

ઉનામાં કિટ મોકલવાની હોય તેનો મેસેજ સોશિયલ મીડિયામાં યુવાનો દ્વારા મૂકવામાં આવ્યા હતો. ત્યાર બાદ વેરાવળ, સૂત્રાપાડા તાલુકાના લોકોએ તમામ વસ્તુઓ ગામમાં એક જગ્યાએ એકત્રિત કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક ગામમાંથી યુવાનોએ આ રાહત સામગ્રીને વેરાવળ બાયપાસ લાવી અને 5 હજાર જેટલી કીટ તૈયાર કરી ઉના રવાના કરી હતી.
આમ યુવાનોએ ખરા સમયે જરૂરિયામંદ લોકોને મદદ પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આસપાસના પંથકના લોકો પણ યુવાનોની આ સેવાને બિરદાવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત