Team Chabuk-Political Desk: કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાપન થયું. આ દરમિયાન એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. સુરક્ષા બંદોબસ્ત અને હિમવર્ષાની વચ્ચે રેલી યોજાઈ હતી. આ સમાપન રેલીમાં રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. હવે ભાજપે પણ વળતો જવાબ આપ્યો. રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જોરદાર પ્રહારો કર્યા. અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યુ કે “બરફના ગોળા બનાવી રમતા અને પિકનિક કરતા રાહુલ-જી અને પ્રિયંકા-જીએ મોદીજીનો આભાર માનવો જોઈએ કે તેમના કારણે આજે તમે, તમારો પરિવાર, તમારી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ કાશ્મીરમાં આઝાદીથી ફરી રહ્યા છે. લાલ ચોકમાં ઝંડો ફરકાવી રહ્યા છે. પણ આભાર માનવો તો દૂર તમે અહીં પણ રાજનીતિ કરી રહ્યા છો.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ. આ યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી. આ યાત્રામાં રાહુલ ગાંધી સહિત 130થી વધુ ભારતયાત્રીઓએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી. પાંચ મહિનાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ 12 મોટી જાહેર સભાઓ, 100થી વધુ નુક્કડ સભાઓ અને 13 પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.
યાત્રાના સમાપન પ્રસંગે ભારે હિમવર્ષા વચ્ચે કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલીનું આયોજન કરાયું હતું. શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ કર્યું હતું. રાહુલ ગાંધીએ યાત્રાના કેમ્પ સાઈટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “તેમની ભારત જોડો યાત્રાનો હેતુ ભારતના ઉદાર અને બિનસાંપ્રદાયિક મૂલ્યોને બચાવવાનો છે.” તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દેશના ઉદાર અને બિનસાંપ્રદાયિક મૂલ્યો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, “મેં આ યાત્રા મારા માટે કે કોંગ્રેસ માટે નહીં પરંતુ દેશના લોકો માટે કરી છે. અમારો ઉદ્દેશ્ય એ વિચારધારા સામે ઊભા રહેવાનો છે જે આ દેશના પાયાને ખતમ કરવા માંગે છે.”
રાહુલ ગાંધીએ કહ્યું કે, “તેમને જમ્મુ-કાશ્મીરની ધરતી પર ન ચાલવાની સલાહ આપવામાં આવી હતી કારણ કે તેમના પર હુમલો થઈ શકે છે.” તેમણે કહ્યું, “મેં તેના વિશે વિચાર્યું અને પછી નક્કી કર્યું કે હું મારા ઘર અને પોતાના લોકો (J&K)માં સાથે ચાલીશ.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત