Team Chabuk-Gujarat Desk: મંગળવારે સવારે જ એક અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે. અમદાવાદ-લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતની આ ઘટના અમદાવાદ-લીંબડી હાઈવે પર આવેલા કાનપરા ગામના પાટીયા પાસે બની છે. જેમાં ડમ્પર પાછળ પેસેન્જર વાહન ઘુસી જતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે કાનપરા પાટીયા પાસે રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેમ્પો ટ્રાવેલર ડમ્પર પાછળ ઘૂસી ગયું હતું. આ બનાવમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ આદરી છે.
ટેમ્પો ટ્રાવેલરમાં સવાર ત્રણેય વ્યક્તિનાં સીટ પર જ મોત નીપજ્યા હતા. બીજી તરફ ટેમ્પો ટ્રાવેલરના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
