Homeગુર્જર નગરીઅમદાવાદમાં હચમચાવી દેતી ઘટના, પોલીસ કોન્સ્ટેબલે પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે...

અમદાવાદમાં હચમચાવી દેતી ઘટના, પોલીસ કોન્સ્ટેબલે પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે કરી સામૂહિક આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. એક પોલીસ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. હચમચાવી દેતી આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલે પોતાની પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી છે. પોલીસ કોન્સ્ટેબલે પોતાની પત્ની અને દીકરી સાથે રાત્રે બે વાગ્યે એપાર્ટમેન્ટના બારમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના દીવા હાઈટ્સમાં બની છે. જેમાં ત્રણેયે એપાર્ટમેન્ટના બારમા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવે પોતાના પરિવાર સાથે આત્મહત્યાનું પગલું ભરી લેતાં પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. કુલદીપસિંહ યાદવે પત્ની રિદ્ધિબેન તથા 3 વર્ષની દીકરી આકાંક્ષા સાથે મોડી રાત્રે બે વાગ્યે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સોલા હાઈકોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ પરિવારે આત્મહત્યા કરી હોય તેવો આ પહેલો કિસ્સો છે. સરળ અને શાંત સ્વભાવના કુલદીપસિંહ યાદવે કેમ આવું પગલુ ભર્યું તે સમજી શકાયું નથી. તેઓ ભાવનગરના સિહોર પાસેના વડીયાના રહેવાસી હતા, અને પત્ની અને દીકરી સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા હતા. કુલદીપસિંહની પડોશમાં જ તેમના સગા બનેવી રહે છે, જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને પણ જાણ ન હતી કે કુલદીપસિંહ પરિવાર સાથે આવું પગલું ભરશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments