Team Chabuk-Gujarat Desk: સુરતના માંગરોળ તાલુકાના કઠવાડા ગામ વાડી વિસ્તારમાં એક સગીરા સાથે ત્રણ વાર દુષ્કર્મ આચર્યા બાદ ચોથીવાર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરનારો આરોપી ઝડપાઈ ગયો હતો. આ શખ્સને અજાણ્યા શખ્સોએ એટલો માર માર્યો કે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. દુષ્કર્મ આચરનાર આરોપીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ યુવકને માર મારતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવક કરગરી રહ્યો છે. દયાની ભીખ માગી રહ્યો છે પરંતુ તેને છોડવામાં નથી આવી રહ્યો. હાલ કોસંબા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
માંગરોળના કઠવાડા ગામે સગીરા પર કમલેસ વસાવા નામના યુવકે ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું. ચોથી વાર પણ જ્યારે આ યુવકે સગીરાને ખેતરમાં એક બંગલામાં એકલી જોય તો હવસ સંતોષવા પહોંચી ગયો હતો. અને સગીરા સાથે બળજબરી કરી હતી જો કે, સગીરાએ બૂમાબૂમ કરી મુકતા નજીકમાંથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને ઝડપી લીધો હતો. ત્યારબાદ યુવકને ઢોર માર પણ માર્યો હતો. યુવકની તબિયત લથડતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પાંચથી છ દિવસની સવારવાર બાદ તેનું મોત થયું હતું. આ અંગે કોસંબા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આરોપ છે કે, યુવકને સગીરાના પિતા સહિત બે લોકોએ માર માર્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેને સગીરાના પિતા સહિત અન્ય બે લોકોએ દોરડાથી બાંધીને માર માર્યો હતો. એટલું જ નહીં ખુદ આરોપીએ જ કબૂલ્યું હતું કે, તેણે સગીરા પર ત્રણ વાર એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીના નિવેદનના આધારે પોલીસે સગીરાના પિતા સહિત અન્ય બે લોકો સામે પણ ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ આરોપીના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોપીના રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચુ કારણ જાણી શકાશે.
આરોપીનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તે અર્ધબેભાન હાલતમાં જોવા મળી રહ્યો છે. કુલ બે વીડિયો વાયરલ થયા છે. જેમાંથી તે પહેલાં વીડિયોમાં કોઈ યુવકના પગ પકડીને દયાની ભીખ માગી રહ્યો છે જ્યારે અન્ય વીડિયોમાં તેના હાથ સીડી સાથે બાંધેલા નજરે પડી રહ્યા છે.
રાજ્યમાં ક્રાઈમરેટ વધ્યો
રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરમા જ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલા એક જવામાં સામે આવ્યું હતું કે, રાજ્યમાં રોજ સરેરાસ ચાર દુષ્કર્મની ઘટના બની રહી છે. એટલું જ નહીં સરકારે કબુલ્યું હતું કે રોજ 20 જેટલી આત્મહત્યાની ઘટના પણ બને છે. આ ઉપરાંત ચોરીની 30 ઘટનાઓ પણ બની રહી છે. આ રિપોર્ટ છેલ્લા બે વર્ષનો છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 1944 હત્યા, 1520 લૂંટની ઘટના સામે આવી ચુકી છે. છેલ્લા બે વર્ષમાં માત્ર ગાંધીનગરમાં જ 24 જેટલી બળાત્કારની ઘટના બની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત