Team Chabuk-Political Desk: ઉતરાખંડમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલો રાજકીય ભૂકંપ મંગળવારની રાતના થંભી ગયો હતો. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે સાંજના ચાર વાગ્યે ને વીસ મિનિટે રાજભવન ખાતે પહોંચી રાજ્યપાલ બેબી રાની મોર્યને રાજીનામું આપ્યું હતું.
રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ ત્રિવેન્દ્ર સિંહ રાવતે સીએમ આવાસમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે સૌ પ્રથમ પોતાની પાર્ટીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, પાર્ટીએ ચાર વર્ષ સુધી દેવભૂમિની સેવા કરવાનો સ્વર્ણિમ અવસર આપ્યો, આ મારું સૌભાગ્ય છે. ભાજપમાં એ જ સંભવ હતું કે નાના ગામનાં, સૈન્ય પરિવારનાં, સામાન્ય એવા કાર્યકર્તાને પાર્ટીએ આટલું મોટું સન્માન આપ્યું. આ મેં કોઈ દિવસ વિચાર્યું સુદ્ધા નહોતું.
તેમણે કહ્યું કે, પાર્ટીએ વિચાર કર્યો અને સંયુક્ત રૂપથી આ નિર્ણય લીધો કે મારી જગ્યાએ હવે કોઈ અન્યને તક આપવી જોઈએ. તેમણે કહ્યું કે, મારો કાર્યકાળ પૂર્ણ થવાને હવે ચાર વર્ષમાં નવ જ દિવસ બાકી રહ્યા છે. હું પ્રદેશવાસીઓનો પણ આભાર માનું છું. આ વચ્ચે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા મહત્વનાં કાર્યો પણ ગણાવ્યા હતાં. તેમણે કહ્યું કે, વિશેષ રીતે અમે મહિલાઓનાં સ્વરોજગાર માટે, બાળકોની શિક્ષા માટે અને ખેડૂતોની આવક બેવડી કરવા માટે ખૂબ જ કામ કર્યું છે. પાર્ટી જો મને આ તક ન આપી શકેત તો હું આ કામ ન કરી શકેત. જેમને પણ આ તક મળે તે આ યોજનાઓને આગળ વધારે. મારા તરફથી એમને શુભકામનાઓ.
મીડિયામાં તેમને નેતૃત્વ પરિવર્તન વિશેનો સવાલ પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે, ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કોઈ નિર્ણય લેવામાં આવે છે ત્યારે સામૂહિક વિચાર બાદ જ લેવામાં આવે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંશીધર ભગતની તરફ ઈશારો કરીને મીડિયાને એ પણ કહ્યું કે, આજે અધ્યક્ષજી સાથે વાત કરો. જોકે બંશીધર ભગત કંઈ બોલ્યા નહોતા. મીડિયાએ તેમની પાસેથી સત્ય હકીકત જાણવા માટે અવાર નવાર પદ પરથી હટાવવાનું કારણ જાણવા માગ્યું હતું જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આ સવાલના વધારે ઉચિત જવાબ માટે દિલ્હી જવું પડશે.
ત્રિવેન્દ્રએ એ પણ જાણકારી આપી કે આવતીકાલે પાર્ટી મુખ્યાલય પર 10 વાગ્યે પાર્ટી વિધાનમંડળ દળની બેઠક થશે. જેમાં તમામ ધારાસભ્ય હાજર હશે. એ પછી ત્રિવેન્દ્ર ખુરશી પરથી ઊભા થઈ ગયા અને મીડિયાકર્મીઓનો ધન્યવાદ આપીને ચાલ્યા ગયા હતા.
આ સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંશીધર ભગત, મંત્રી મદન કૌશિક, રાજ્યમંત્રી ધનસિંહ રાવત, ધારાસભ્ય હરબંશ કપૂર, કૂવર પ્રણવ સિંહ ચેમ્પિયન સહિતના ધારાસભ્યો હાજર હતા.
કાલે થશે ધારાસભ્ય દળની બેઠક
આ વચ્ચે બુધવારે ભાજપના પ્રદેશ કાર્યાલયમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક થવાની ચર્ચા થઈ રહી છે. જેમાં શીર્ષ નેતૃત્વ તરફથી પર્યવેક્ષક બનાવીને મોકલવામાં આવતા ભાજપના છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ અને ભાજપના પ્રભારી દુષ્યંત કુમાર ગૌતમ ધારાસભ્યોની સાથે પરામર્શ કરીને નવા નેતાના નામ પર ચર્ચા કરશે.
ત્રિવેન્દ્ર સિંહ રાવતની કારકિર્દી
- 1979માં ત્રિવેન્દ્રસિંહ રાવતની રાજનીતિક કારકિર્દીની શરૂઆત થઈ.
- 1979માં ત્રિવેન્દ્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા.
- 1981માં સંઘના પ્રચારકના રુપે કામ કરવાનો તેમણે સંકલ્પ લીધો.
- 1985માં તેઓ દહેરાદૂન મહાનગરના પ્રચારક બન્યા.
- 1993માં ભાજપના ક્ષેત્રીય સંગઠનના મંત્રી બન્યા.
- 1997માં ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી બન્યા.
- 2002માં ફરી ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી બન્યા.
- 2002માં વિધાનસભા ચૂંટણીમાં ડોઈવાલા બેઠક પરથી વિજય થયા.
- 2007માં ડોઈવાલા વિધાનસભા નિર્વાચન ક્ષેત્રથી ઉત્તરાખંડ વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનાં રૂપે વિજયી થયા.
- ભારતીય જનતા પાર્ટીની મંત્રિમંડળની કેબિનેટ બેઠકમાં મંત્રી બન્યા.
- 2017માં ડોઈવાલા વિધાનસભા નિર્વાચન ક્ષેત્રમાં ઉત્તરાખંડ વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપે વિજયી બન્યા.
- 17 માર્ચ 2017ના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત