Homeગુર્જર નગરીગીર સોમનાથ જિલ્લાના આ ગામોની આદર્શ ગામ તરીકે થઈ પસંદગી, હવે થશે...

ગીર સોમનાથ જિલ્લાના આ ગામોની આદર્શ ગામ તરીકે થઈ પસંદગી, હવે થશે વિકાસના કામ

Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના સંદર્ભે જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની અનુસરણ સમિતિની બેઠક મળી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનામાં ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હસનાવદર, સુત્રાપાડાના કડસલા અને કોડીનારના નાનાવાડા ગામની પસંદગી કરવામાં આવી છે. આ પસંદ કરાયેલા ગામોમાં રૂપિયા ૨૦ લાખના ખર્ચે વિકાસના કામો કરવામાં આવશે.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આદર્શ ગામમાં સમાવેશ થયેલ ગામોમાં વિકાસના કામો કરવામાં આવશે. આ માટે નિયમોનુસાર સ્થાનિક કક્ષાએથી જ નક્કી કરાયેલા વિકાસના કામો કરવામાં આવશે. આ ગામોમાં જાહેર સગવડતાઓ વિકસે અને  તેનો લાભ લોકોને મળે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ કલેક્ટરે સ્થાનિક કક્ષાએથી નક્કી કરવામાં આવેલ કામોનું સ્થળ નિરીક્ષણ કરવા સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

ઉપરાંત આ બેઠકમાં એસ.બી.એમ.-જી હેઠળ ટોયલેટની જરૂરિયાત, સામૂહિક-વ્યક્તિગત શોષ ખાડાની કામગીરી, પ્રધાનમંત્રી આવાસ, પ્રા.શાળા અને ગ્રામ પંચાયતની બિલ્ડીંગ પર રેઇન વોટર હાર્વેસ્ટીંગ, વિધવા પેન્શન, કુપાષિત બાળકો, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને સોઇલ હેલ્થ કાર્ડ સહિતની વ્યક્તિલક્ષી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે.ખાચર, જિલ્લા પી.એમ.એ.જી.વાય સમિતિના સભ્ય સચિવ અને નાયબ નિયામક (અ.જા.ક.) એ.જે.ખાચર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

shivneha

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments