Team Chabuk-Sports Desk: T20 વિશ્વકપ 2021ના 24માં મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપી હેટ્રીક જીત નોંધવી છે. 147 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમની જીતના હીરો કેપ્ટન બાબર આઝમ અને આસિફ અલી રહ્યા હતા. બાબરે કેપ્ટન ઈનિંગ રમતા 47 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. આસિફ અલીએ સાત બોલમાં 25 રનની નોટ આઉટ ઈનિંગ રમી હતી. પણ આ બધાથી અલગ પ્રશંસા પાકિસ્તાનના બોલર હેરિસ રઉફની થઈ રહી છે.
હેરિસ રઉફે T20 વિશ્વકપ 2021ની સૌથી ઝડપી બોલ ફેંકી છે. તેણે આ કિર્તીમાન પોતાની પ્રથમ ઓવરમાં જ કરી બતાવ્યો હતો. અફઘાનિસ્તાનની ઈનિંગ દરમ્યાન પાંચમી ઓવરની ત્રીજી બોલ પર હેરીસે અસગર અફઘાનને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. એ પછી બેટીંગ માટે કરીમ જનત આવ્યો. એ સ્ટ્રાઈક પર હતો.

કરીમને પ્રથમ બોલ યોર્કર મળી. એ યોર્કર બોલરની સ્પીડ 153 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ બોલ પર રઉફને કોઈ વિકેટ નહોતી મળી તેની સામે કરીમ જનતે આરામથી બોલને સ્ટમ્પમાં જતી અટકાવી દીધી હતી. બીજી બાજુ હેરિસ રઉફે ટૂર્નામેન્ટમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હેરિસ પહેલા એનરિક નોર્કિયે 153ની સ્પીડમાં બોલ ફેંક્યો હતો.

દુબઈના સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન મહોમ્મદ નબીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાન ટીમની શરુઆત સારી રહી હતી. જોકે પાકિસ્તાની બોલરોએ આક્રમણ કરતા આઠ રનમાં જ હઝરાતુલ્લાહ જજઈ અને મોહમ્મદ શહજાદને આઉટ કરી દીધા હતા. ઓપનિંગ ખેલાડીઓ આઉટ થયા બાદ મિડલ ઓર્ડર બેટ્સમેનો કંઈ ખાસ નહોતા ઉકાળી શક્યા. મોહમ્મદ નબી અને ગુલબદીન નઈબ 35-35 રન બનાવ્યા. અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 147 રન જ કરી શકી.

148નું લક્ષ્ય મોટું નહોતું. તેમ છતાં ચેઝ કરતા પાકિસ્તાનને માથે પાણી આવી ગયું. મોહમ્મદ રિઝવાન આઠ રનમાં પવેલિયન પરત ફર્યો હતો. બાબરે આઝમે ટીમને સંભાળી હતી. ફખર જમાનની સાથે તેણે પચાસ રનની ભાગીદારી નોંધાવી હતી. ચાર ચોગ્ગાની મદદથી બાબર આઝમે પચાસ રન પૂર્ણ કર્યા અને 51ના સ્કોર પર રાશિદના હાથે આઉટ થઈ ગયો. આસિફ અલીએ 7 બોલમાં વિસ્ફોટક 25 રનની ઈનિંગ રમી ટીમને જીત અપાવી હતી. હવે પાકિસ્તાન 2 નવેમ્બરના રોજ નામિબીયા સામે ટકરાશે. અફઘાનિસ્તાન સામેની જીતથી લગભગ માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન હવે સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત