Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં પરીક્ષાઓમાં ગેરરીતિઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. ખુદ શિક્ષણ મંત્રીના જિલ્લામાંથી જ ગેરરીતિઓ સામે આવી રહી છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પત્રો ચોરી થતાં ઉહાપોહ મચી ગયો છે. પેપર ચોરી થવા મામલે શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ધોરણ સાતના પ્રશ્નપત્રની ચોરીને પગલે રાજ્યમાં 22 અને 23 એપ્રિલની ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે. ધોરણ સાતનું આજે વિજ્ઞાનનું પેપર અને આવતીકાલનું સામાજિક વિજ્ઞાનનું પેપર રદ કરી દેવાયું છે. અમરેલી, મહેસાણા અને બોટાદ જિલ્લામાં આજની પરીક્ષા રદ કરવામાં આવી છે.

મળતી જાણકારી અનુસાર, રાત્રિના સમયે પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સોએ પ્રશ્ન પત્રની ચોરી કરી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાળાની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. સ્કૂલમાંથી ધોરણ સાતનું વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રની ચોરી થઇ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાત્રે જ સાતથી આઠ શખ્સોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત