Homeગુર્જર નગરીરાજકોટમાં બે કોલેજીયન યુવતીઓએ ફિનાઈલ પીધું

રાજકોટમાં બે કોલેજીયન યુવતીઓએ ફિનાઈલ પીધું

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં બે કોલેજીયન યુવતીઓએ એક સાથે ફિનાઈલ પીને આત્મહત્યાની કોશિશ કરી છે. રાજકોટના હાર્દ સમાજ રેસકોર્સમાં બે કોલેજીયન યુવતીઓએ એક સાથે ફિનાઈલ પી લેતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે બંને યુવતીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને વિવિધ મુદ્દા અંગે તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં બે યુવતીઓએ એક સાથે ફિનાઇલ પી લીધું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં બંને યુવતી પૈકી એકનું નામ તૃપ્તિ રૂપેશભાઈ કથિરીયા હોવાનું અને અન્ય યુવતીનું નામ ખુશી પ્રવિણભાઈ પરસાણા હોવાનું બહાર આવ્યું હતું. બન્ને યુવતીઓ મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

coop vadodara

પોલીસે બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી અને ક્યા કારણોસર બંનેએ એક સાથે ફિનાઇલ પીધું તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરી હતી પરતું બંને યુવતીઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા જેથી પોલીસ પણ મૂંઝાઇ ગઈ હતી. પોલીસે બંનેએ કેમ ફિનાઇલ પીધું તેની ઉંડી તપાસ શરુ કરી હતી. ભુલથી બંનેએ ફિનાઇલ પી લીધું હતું કે અન્ય કોઈ કારણ હતું તે મુદ્દાની તપાસ શરૂ કરી હતી.

coop rajkot

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments