Homeગુર્જર નગરીગુજરાતમાં તૈયાર થયેલા નેનો યુરિયાની પ્રથમ ડિલિવરી ઉત્તર પ્રદેશ કરવામાં આવી

ગુજરાતમાં તૈયાર થયેલા નેનો યુરિયાની પ્રથમ ડિલિવરી ઉત્તર પ્રદેશ કરવામાં આવી

Team Chabuk-Gujarat  Desk: પરંપરાગત ખેતી પદ્ધતિ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. અત્યાર સુધી જે મોટી યુરિયા (urea) ખાતરની થેલીનો ઉપયોગ ખેડૂતો કરતા આવ્યા છે, જેની સામે હવે માત્ર અડધો લીટરની બોટલનો ઉપયોગ શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાતના કલોલ (kalol) ખાતેના ઇફકો (iffco) પ્લાન્ટથી આજે નેનો યુરિયાનું (nano urea) પ્રથમ કન્સાઇનમેન્ટ ઉત્તર પ્રદેશ (uttar pradesh) મોકલવામાં આવ્યું છે.

ઇફકોએ 45 કિલો યુરિયાની થેલી જેટલી જ અસરકારક સાબિત થાય એવી નેનો યુરિયા (nano urea) વિશ્વના ખેડૂતો સમક્ષ રજુ કર્યું છે. કલોલના ઇફકો (iffco) પ્લાન્ટથી નેનો યુરિયાનું (nano urea) પ્રથમ કન્સાઈનમેન્ટ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યું છે. ખેડૂતો વર્ષોથી જે 45 કિલોની યુરિયા (urea) ખાતરની થેલીનો ઉપયોગ કરતાં આવ્યા છે એની જગ્યા હવે માત્ર 500 એમએલની નેનો યુરિયા (nano urea) લઈ રહી છે.

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ (dilip sanghani) નેનો યુરિયા (nano urea)ના પ્રથમ કન્સાઇનમેન્ટને આજે ઉત્તર પ્રદેશ રવાના કર્યું હતું. દિલીપ સંઘાણીએ પ્રથમ કન્સાઇનમેન્ટને લીલીઝંડી આપતા જણાવ્યું હતું કે, ખેતીમાં નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન બાદ કલોલ ખાતે નેનો બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇફકોના વિદ્યાર્થીઓ અને એન્જિનિયરોની મહેનત બાદ સ્વદેશી નેનો યુરિયા (nano urea) લિક્વિડ વિકસાવવામાં આવ્યું છે. જે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર કૃષિ સાથે સુસંગત છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇક્કો નેનો યુરિયા (nano urea) લિક્વિડ છોડના પોષણ માટે અસરકારક અને કાર્યક્ષમ હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે..

સંઘાણીએ જણાવ્યું કે નેનો યુરિયા (nano urea) ભૂગર્ભ જળની ગુણવત્તા ઉપર ખૂબ જ સકારાત્મક અસર સાથે આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ ઉપર અસર કરે છે. જો નેનો યુરિયા (nano urea)ની વિશિષ્ટતાની વાત કરવામાં આવે તો લીક્વીડ યુરિયાના 500 એમએલના 240 રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે. નેનો લીક્વીડ યુરિયાથી જમીનમાં ખાતરનો વપરાશ ઘટશે. નેનો યુરિયા (nano urea) ખાતરની એક થેલી જેટલું જ અસરકારક છે. એક ખાતરની થેલીની કિંમત 266.50 રૂપિયા છે જ્યારે નેનો લીક્વીડ યુરિયાના 500 એમએલનો ભાવ 240 રૂપિયા છે. જે ખાતરની થેલી કરતાં ૧૦ ટકા સસ્તું પડશે.

નેનો યુરિયા (nano urea) તૈયાર કરનાર રિસર્ચ ટીમના જનરલ મેનેજર જણાવે છે કે, આ નેનો પ્રોજેકટને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમજ સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને અન્ય જગ્યાઓ પર કુલ 43 પાક ઉપર વિવિધ સ્થળ અને પાક ઉપર હાથ ધરાયેલ ટ્રાયલને આધારિત છે, તેની અસરકારકતાની ચકાસણી કરવા માટે આશરે 11,000 ફાર્મર ફિલ્ડ ટ્રાયલ સમગ્ર ભારતમાં કુલ 94થી વધુ પાક ઉપર કરાયા છે. જેમાં સરેરાશ ઉપજમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે.

પરંપરાગત યુરિયાને બદલે આ નેનો પ્રોડક્ટ જરૂરિયાતમાં ઓછામાં ઓછો 50 ટકાનો ઘટાડો કરી શકે છે. તે 500 મિ.લી બોટલમાં 40,000 પીએમ નાઇટ્રોજન ધરાવે છે જે પરંપરાગત યુરિયાની એક બેગ દ્વારા પ્રદાન કરાતા નાઇટ્રોજન પોષણની અસરને સમાન છે. નેનો યુરિયાનું કદ નાનું છે અને તેને પોકેટમાં પણ મૂકી શકાય છે માટે તે લોજિસ્ટિક અને વેરહાઉસીંગનો ખર્ચ પણ ઘટાડશે. અત્યારે હાલ ઉત્તરપ્રદેશમાં મોકલવામાં આવશે બાદમાં નેનો યુરિયા (nano urea)ના જથ્થા બાદ આગામી સમયે ગુજરાત (gujarat) સહિત સમગ્ર દેશની માંગને પહોંચી વળવા માટે કલોલના યુનિટમાં જ રોજની દોઢ લાખ બોટલ તૈયાર કરવામાં આવશે. જે ખેડૂતોને સામેની સિઝનમાં જ હાલની યુરિયા ખાતરની વ્યવસ્થા હેઠળ મળી રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments