Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ફરી વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે અને ગમે તે ભોગે ચૂંટણી જીતવા માટેની કવાયત આદરી રહ્યું છે. એક બાજુ યોગી આદિત્યનાથ પોતાના વિકાસ કાર્યોને જનતાની સામે રાખવાની તૈયારી કરી રહ્યા છે. તો ભાજપનું નેતૃત્વ ફરી લાગણીના સંબંધોના તાર છંછેડવા તરફ છે. ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતાના જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ પાર્ટી ખૂદને તૈયાર કરી રહી છે.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અસ્મિતાના નામે સતત ત્રીજી વખત બંગાળમાં જીતી મેળવી અને ભાજપના આક્રામક ચૂંટણી અભિયાનની સામે મજબૂતીથી લડી, ભાજપના જીતના અરમાનો પર પાણી ફેરવી નાખ્યું. ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનો પ્લાન કાંઈક આવો જ છે.
અત્યાર સુધીની ચૂંટણીમાં ભાજપે જે ઉદ્ધાટનનાં ખેલ ખેલ્યાં અને લોકો માટે ઢંઢેરામાં મોટી મોટી જાહેરાતો કરી તેનાથી કાંઈ શક્ય બન્યું નથી. બંગાળમાં પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે આરંભથી જ અમિત શાહે પણ રેલીઓ કરી કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એડીચોટીનું જોર લગાવ્યું હતું, પણ કાંઈ કરતાં કાંઈ વળ્યું નહીં. મમતા બેનર્જી બંગાળીઓને ભાવનાત્મક રીતે આકર્ષી પોતાની જીતનો ડંકો વગાડી દીધો.
માહિતી મળી રહે છે કે ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારી શાંત પડ્યા પછી તમામ પાર્ટી કાર્યકર્તાઓને સમગ્ર દેશમાંથી જોડાવાનું અભિયાન ચલાવવાનું કહેવામાં આવ્યું છે. વિપક્ષના વારને નિરસ્ત્ર કરવા માટે પાર્ટી અત્યારથી જ ટોપ લેવલ પર સોશિયલ કેમ્પેન ચલાવવાની છે. એ પછી જ થોડી રાજનીતિક સક્રિયતા દેખાડવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે હાલમાં જ ઉત્તર પ્રદેશના પ્રવાસ પર આવેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ અને પાર્ટી ઉપાધ્યક્ષ રાધા મોહન સિંહ પણ કાર્યકર્તાઓની ફરિયાદોને લઈ ચિંતિત છે. તેમની સામે ઘણી ફરિયાદો રાખવામાં આવી છે. જેથી તેમને પણ ખુશ કરવાના છે.
બીજેપી નેતાનું કહેવું છે કે, પાયાના સ્તરે કામગીરી કરીને કાર્યકર્તાઓ સાથે સતત વાતચીત કરીને સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે. પાર્ટી જલ્દી જ પોતાના કેડરની ભલાઈ માટે કેટલીક યોજનાઓની જાહેરાત કરી શકે છે. રાજ્ય સરકાર જો પાયાના કાર્યકર્તાઓની ઉમ્મીદો પર ખરી નથી ઉતરતી તો તેની ફરિયાદો યોગ્ય છે. ઉચ્ચ નેતૃત્વ તરફથી તેમની સાથે વાતચીત કરીને સમસ્યાઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત