Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ઓમિક્રોનનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં ઉછાળો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ઓમિક્રોનનો વિસ્ફોટ જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પાંચ ઓમિક્રોનના કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદમાં આજે એક સાથે ચાર મહિલા અને એક બાળકી ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે. આ સાથે શહેરમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા કૂલ સાત થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 19 પર પહોંચી ગઈ છે.
તમામનું વિદેશ સાથે કનેક્શન
અમદાવાદમાં આજે નોંધાયેલા પાંચ ઓમિક્રોનના કેસની વાત કરીએ તો, અમદાવાદમાં કોંગોથી આવેલી એક 32 વર્ષીય મહિલા અને એક 8 વર્ષની બાળકી ઓમિક્રોનથી સંક્રમિત નીકળ્યા છે. તો દુબઈથી આવેલી એક મહિલામાં ઓમિક્રોનથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે એક 42 વર્ષીય મહિલા તાન્ઝાનિયાથી આવી હતી, તેનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિલ આવ્યો છે. તો એક યુકેથી આવેલી 40 વર્ષીય મહિલા પણ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં ઓમિક્રોનના કૂલ 19 કેસ થયા
ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 19 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ઓમિક્રોનના કુલ સાત કેસ સામે આવ્યા છે. આ સિવાય જામનગર અને સુરત જેવા શહેરમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવી ચુક્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 91 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 41 લોકો સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8,28,794 થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી 10,106 લોકોના મૃત્યુ થયા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત