Team Chabuk-National Desk: સરકાર અને વિપક્ષની વચ્ચે હાહા અને હોહોમાં શરૂ થયેલું સંસદનું શિયાળું સત્ર આખરે ત્યાં જ અંત પામ્યું છે. બંને સત્ર બુધવારના રોજ સ્થિર થઈ ગયા. રાજ્યસભામાં આશરે 50 અને લોકસભામાં 19 કલાક જેટલો કિંમતી સમય થયેલી બઘડાટીના કારણે વેડફાયો હતો. સત્રની 18 બેઠકોમાં કોરોનાને છોડી ન તો કોઈ વિધેયક પર વાત થઈ, ન તો કોઈ મહત્વના મુદ્દા પર વાતચીત થઈ હતી. જોકે વિધાયી કામકાજ પર કોઈ પણ જાતની અસર પડી નહોતી. હંગામા વચ્ચે સરકારે 12 વિધેયક પસાર કર્યાં હતા.
સરકારે સમય પૂર્વે સદન સ્થગિત થવા બદલ વિપક્ષને જવાબદાર ઠેરવ્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ બંને સદનો સ્થગિત થતા કહ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારા પ્રયાસો છતાં વિપક્ષ હંગામો કરતું રહ્યું હતું. સમસ્યા અસલમાં બીજી છે. વિપક્ષને 2019માં ભાજપને મળેલો જનાદેશ પચી નથી રહ્યો. જેથી કાર્યવાહી સ્થગિત કરવા માટે અવિરત કૃત્રિમ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા.
સંસંદીય કાર્યવાહીમાં સતત અડચણ પડતી હોય નારાજ રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે હંગામાના કારણે સત્ર સમયથી પહેલા પૂર્ણ કરવું પડ્યું. હું બિલકુલ ખુશ નથી. સદન પોતાની ક્ષમતા કરતા ખૂબ ઓછું કામ કરી શક્યું.
રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાઅર્જુન ખરગેએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે બિલને વગર કોઈ ચર્ચાએ આરામથી પાસ કરાવવા માટે વિપક્ષી સાંસદોને નિલંબિત કરવામાં આવ્યા. સરકાર ચીન, મોંઘવારી, બેરોજગારી, લખીમપુર હિંસા જેવા મુદ્દાઓ ઉઠાવવા નથી ઈચ્છતી. જેથી જાણીજોઈને વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ