શૈલેષ નાઘેરાઃ શ્રી સોમનાથ હરિહર તીર્થધામમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ટ્રસ્ટના નુતન રામ મંદિરેથી તારીખ 8 મે એટલે કે આજથી તારીખ 16 મે સુધી મોરારીબાપુ ઓનલાઈન રામકથાનું શ્રવણ કરાવશે. હાલની કોરોના મહામારી દરમિયાન શ્રદ્ધાળુઓ ઘરે બેઠા આસ્થા ચેનલના માધ્યમથી તારીખ 8 મેના રોજ સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા અને તારીખ 9 મેથી 16 મે સુધી દરરોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી રામકથા શ્રવણ કરી શકશે. આ ઓનલાઈન રામકથાના માધ્યમથી લોકોને હાલની સ્થિતિએ હિમ્મત મળશે. આ મહામારી દરમિયાન કથા સાંભળવા લોકો ઘરમાં રહેશે.
ગત વર્ષે પણ લોકડાઉન દરમિયાન ટીવી ચેનલના માધ્યમથી લોકોને “રામાયણ” અને “મહાભારત” જેવી પ્રસિદ્ધ સિરીયલનું પુનઃ પ્રસારણથી લોકોએ ઘરે બેઠા આ પ્રસિદ્ધ સિરીયલો નિહાળી હતી તેમ આ ઓનલાઈન રામકથા હાલની સ્થિતિએ લોકો ઘરે બેઠા કથાનું રસપાન કરવા ભક્તિમય પ્રેરણા પૂરી પાડશે.
હાલની કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે બીનજરૂરી બહાર ન નીકળવું, સામાજીક અંતર જાળવવું, માસ્ક ફરજીયાત પહેરવું, તેમજ વારંવાર હાથની સફાઈ કરતા રહેવું, સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી છે.
જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી મોરારીબાપુની પ્રત્યક્ષ રામકથા યોજાઈ નથી. ત્યારે લાંબા સમયથી મોરારીબાપુની કથાનું રસપાન કરવા લોકો આતુર બન્યા હતા. જો કે આજથી સોમનાથમાં મોરારીબાપુની ઓનલાઈન કથાનું આયોજન થતાં લોકોને ઘરમાં બેસીને કથા સાંભળવાનો અવસર સાંપડ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ લોકોને બિનજરૂરી બહાર નીકળ્યા વિના ઘરે બેસીને પરિવાર સાથે આ રામકથાનું રસપાન કરવા માટે આહ્વાન કરાયું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત