Team Chabuk-Gujarat Desk: દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે લોકોનું રસીકરણ જરૂરી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્વાસ્થ્ય મંત્રાલય અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લોકોને રસીકરણ કરાવવા અપીલ કરી છે. ભારતમાં રસીકરણ અભિયાનને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જો કે, વેક્સિનની અછતના કારણે વેક્સિનેશન અભિયાન ધીમુ પડી રહ્યું છે. રસીની અછતના કારણે 18થી 44 વર્ષના લોકોને હેરાન થવું પડી રહ્યું છે. લોકો વેક્સિનેશન માટે રસીકરણ કેન્દ્રો સુધી સ્વૈચ્છાએ પહોંચી તો રહ્યા છે પરંતુ તંત્રના અણધડ આયોજન અને વેક્સિનેશનના અભાવે લોકોને નિરાશ થઈને પાછું ફરવું પડી રહ્યું છે. આવું માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ થઈ રહ્યું છે. આરોપ છે કે, રાજ્યો પાસે જ વેક્સિનનો જથ્થો પુરતો નથી જેથી આ સમસ્યા સર્જાઈ છે.
વેક્સિનનો જથ્થો ખુટી ગયો
અમદાવાદ શહેરમાં સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો જથ્થો ખુટી જતાં વેક્સિનેશન અભિયાન રોકવામાં આવ્યું છે. જે લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે તેઓ બીજો ડોઝ લેવા માટે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે જો કે, હોસ્પિટલમાંથી વેક્સિન ખુટી ગઈ છે, સોમવાર સુધીમાં ડોઝ ઉપલબ્ધ થશે તેવો જવાબ મળી રહ્યો છે. માત્ર સોલા સિવિલમાં જ નહીં શહેરના અર્બન સેન્ટરમાં પણ આવી જ હાલત છે. બપોર સુધીમાં વેક્સિનનો જથ્થો ખુટી જતાં અને નવો જથ્થો ન મળતાં લોકોને હેરાન થવું પડી રહ્યું છે. શહેરના ગોતા અર્બન સન્ટર બહાર પણ વક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી તેવા બોર્ડ લગાવી દેવાયા છે.
બીજો ડોઝ ક્યાંથી લઈ શકાય ?
જો કે, જેમણે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે તેમણે ગભરાવાની જરૂર નથી. જે વ્યક્તિને રસીનો પહેલો ડોઝ મળી ગયો છે તે ગમે તે કેન્દ્ર પરથી રસીનો બીજો ડોઝ લઈ શકશે. ગોતા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, તમે પહેલો ડોઝ ગમે ત્યાંથી લીધો હોય પરંતુ જે સેન્ટર પર રસી ઉપલબ્ધ છે ત્યાંથી તમે રસીનો બીજો ડોઝ લઈ શકો છો.
ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન
અમદાવાદ અને ગાંધીનગરમાં આજથી ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરાયું છે. વહેલી સવારથી લોકોએ ડ્રાઈવ થ્રૂ રસીકરણ માટે લાઈનો લગાવી હતી. અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલા 6 સ્થળોએ ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશનની શરૂઆત સવારના સાડા નવ વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે કરવામાં આવી છે. જેનો સમય સવારના 9:30થી 1 વાગ્યા સુધી અને બપોર બાદ 3થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ હેલિપેડ ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન શરૂ થયું છે.
ગુજરાતમાં વેક્સિનેશન અભિયાન
ગુજરાતમાં શુક્રવારે 1 લાખ 84 હજાર 659 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં રાજ્યમાં 1 કરોડ 02 લાખ 24 હજાર 941 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અપી દેવાયો છે. રાજ્યમાં કુલ 29 લાખ 89 હજાર 975 વ્યક્તિઓએ વેક્સિનન બે ડોઝ લઈ લીધા છે.
ભારતમાં વેક્સિનેશનના 111 દિવસ
બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલય દાવો કરી રહ્યું છે કે,ભારતમાં વેક્સિનેશનના 111 દિવસ પૂર્ણ થયા છે અને વેક્સિનેશન અભિયાન વધુ વગવંતુ બન્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કરહ્યો હતો કે, શુક્રવારે એક દિવસમાં 23 લાખ લોકોને વેક્સિન લગાવાઇ હતી. અત્યાર સુધીમાં દેશમાં 16.49 કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. ’95 લાખ સ્વાસ્થ્ય કર્મચારી વેક્સિનનો એક ડોઝ લઇ ચૂક્યા છે.. ‘દેશમાં 67 ટકા વેક્સિનેશન માત્ર 10 રાજ્યોમાં જ જોવા મળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત