Homeગુર્જર નગરી6 મહિનાથી તૈયાર થઈને પડેલા મોરબી બસ સ્ટેશનના લોકાર્પણનું મુહૂર્ત નીકળ્યું, આવતીકાલે...

6 મહિનાથી તૈયાર થઈને પડેલા મોરબી બસ સ્ટેશનના લોકાર્પણનું મુહૂર્ત નીકળ્યું, આવતીકાલે હર્ષ સંઘવી ખુલ્લું મૂકશે

Team Chabuk-Gujarat Desk: છેલ્લા 6 મહિનાથી તૈયાર થઈને લોકાર્પણની રાહ જોઈ રહેલા મોરબીના નવા બસ સ્ટેશનના લોકાર્પણનું મુહૂર્ત આખરે નીકળ્યું છે. આવતીકાલે 18 મેના રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી આવશે અને નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે 5 કરોડ 43 લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બી કક્ષાના ૩૨ નવનિર્મિત પોલીસ આવાસોનું પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ સભ્યો, ધારાસભ્યો અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

doctor plus

મહત્વનું છે કે, મોરબીનું નવ બસ સ્ટેશન ઘણા સમયથી તૈયાર થઈને પડ્યું છે. મુસાફરો પણ બસ સ્ટેશનને ખુલ્લુ મૂકવાની અનેક વખત માંગ કરી ચુક્યા છે. પરંતુ તંત્ર પાસે જાણે સમય જ ન હોય તેમ લોકાર્પણ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હતા. બે દિવસ પહેલા મોરબી કોંગ્રેસ દ્વારા મોરબીના નવા બસ સ્ટેશનને ખુલ્લુ મૂકવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસના નેતાઓ રીબીન કાપે તે પહેલા જ પોલીસે તમામ નેતાઓ અને કાર્યકરોને ઝડપી લીધા હતા. ત્યારે વિરોધ વધતાં જ બે દિવસમાં સરકારી તંત્રએ મોરબી બસ સ્ટેશનના લોકાર્પણનો કાર્યક્રમ જાહેર કરી દીધો અને હવે આવતીકાલે તારીખ 18 મેના રોજ હર્ષ સંઘવી બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments