Homeગુર્જર નગરીઅમરેલીઃ 108 બની જીવાદોરી, સમયસર સારવાર મળતા બચી ગયા જીવ

અમરેલીઃ 108 બની જીવાદોરી, સમયસર સારવાર મળતા બચી ગયા જીવ

Team Chabuk-Gujarat Desk: અમરેલીના ધારી તાલુકાના વીરપુર ગામ પાસે બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતાં 15 થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જો કે સમયસર ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ધારી લઈ જવાતા જીવ બચી ગયા હતા.

બનાવની વિગતે વાત કરીએ તો, આજ રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકા પાસે આવેલા વીરપુર ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ હતી. જેમાં કુલ 15 થી 20 જેટલા વ્યક્તિઓ હતા જે હીરાવા ગામે સગાઈના પ્રસંગે ગયા હતા ત્યાંથી પાછા આકોડા ગામ જઈ રહ્યા હતા. તે દરમિયાન ધારી ખાંભા રોડ પર આવેલા વીરપુર ગામ પાસે અચાનક બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ હતી અને તેમાં પુરુષો, મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ હતા.

doctor plus

આ ઇમરજન્સી કેસ માટે 108માં કોલ આવતાં 108 સેન્ટર દ્વારા નજીકની ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સને આ કેસ માટે જાણ કરવામાં આવી અને આ કેસની જાણ થતાની સાથે જ ખાંભા 108ના ઈ.એમ.ટી. નરેશ લડુમોર અને પાયલોટ ભરત મકવાણા અને સાવરકુંડલા 108 ના ઇ.એમ.ટી. પ્રકાશ ધાંધલા તેમજ ઇ.એમ.ટી. દીપક રાઠોડ અને પાયલોટ ફિરોઝ બેલીમ તેમજ હિતેશ મકવાણા એમ બે 108ની ટીમ સાવરકુંડલાથી આ કેસમાં જવા તુરંત રવાના થઈ હતી. ઘટના સ્થળ પર જઈને તપાસ કરતા જાણવા મળ્યું કે કુલ 15 થી 20 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. જેથી સ્થળ પર 108ના કર્મચારીઓ દ્વારા ઇજાગ્રસ્તોને સામાન્ય તપાસ કરી તુરંત એમ્બ્યુલન્સમાં લેવામાં આવ્યા અને ત્રણેય 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને રસ્તામાં સારવાર આપવામાં આવી અને ધારી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા 108ની ઝડપી અને સમયસર 108ની સેવા મળી જતા જાન હાની થતાં બચી ગઈ હતી અને આવી સરાહનીય કામગીરી માટે 108 એમ્બ્યુલન્સની પ્રશંસા કરવામાં આવી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments