Homeગુર્જર નગરીકેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી આવતીકાલે વડોદરા અને ભરૂચના પ્રવાસે

કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી આવતીકાલે વડોદરા અને ભરૂચના પ્રવાસે

Team Chabuk-Gujarat Desk: ભારત સરકારના કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. નીતિન ગડકરી આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ આવતીકાલે 17 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ હેલિકોપ્ટર દ્વારા વડોદરા આવી ભરૂચ સાઈટ અને નર્મદા બ્રિજનું નિરીક્ષણ કરશે. ભરૂચ ખાતે મુંબઈથી દિલ્હી નિર્મણાધિન એક્સપ્રેસ-વેના કામની મુલાકાત લેશે.

ત્યારબાદ તેઓ વડોદરા પરત ફરશે. મંત્રી દ્વારા તા.17મીએ બપોરે 2.45 થી 3.15 વાગ્યા સુધી દુમાડ ચોકડી પાસે નેશનલ હાઇવે 48 પર અમદાવાદ-વડોદરાને જોડતા માર્ગના સમારકામની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. મંત્રી નીતિન ગડકરી બપોરે 3.40 થી 4.00 દરમિયાન વડોદરાના કોઠી વિસ્તારના શાસ્ત્રી પોળ ખાતે ભારતના નાગરિકો માટે જુદી-જુદી સરકારી સેવાઓ દર્શાવતા 71 હોટ એર બલૂનનો ફ્લેગ ઓફ કરશે.

અકોટા સ્થિત સર સયાજીરાવ નગર ગૃહ ખાતે સાંજે 4.15 થી 5.00 વાગ્યા સુધી તેઓ 271 ગંગાસ્વરુપ બહેનોને માસિક પેન્શન માટે સરકારી મંજૂરી આપતા પત્રોનું વિતરણ તથા દિવ્યાંગોને કૃત્રિમ અંગો અર્પણ કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments