Team Chabuk-Gujarat Desk: રાજકોટ હીરાસર એરપોર્ટ પર લેન્ડિંગના ટ્રાયલનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે હિરાસર એરપોર્ટ પર ફ્લાઈટ કેલિબ્રેશન કરાયું હતું. રાજકોટ એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલુ વિમાન હિરાસર એરપોર્ટ પર સફળતા પૂર્વક લેન્ડ થયું હતું. દિલ્હીછી આવેલી એરપોર્ટ ઓથોરિટીની ટીમ અને કલેક્ટરે એરપોર્ટના કામની સમીક્ષા કરી હતી.
એરપોર્ટ ખાતે ત્રણ કિલોમીટરનો રનવે તૈયાર થઈ જતા ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ, સિસ્ટમ, નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ અને એટીસી ટાવરની મદદથી સેલિબ્રેશન ફ્લાઇટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. સેલિબ્રેશન ફ્લાઈટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયમાં ફ્લાઈટ લેન્ડીંગને ધ્યાનમાં રાખીને કેલિબ્રેશનની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવી છે.
રાજકોટ, તા. ૪ માર્ચ – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ રાજકોટના આંગણે નિર્માણ પામી રહ્યો છે, તે અંતર્ગત હીરાસર એરપોર્ટ ખાતે આજરોજ ફ્લાઇટ કેલિબ્રેશન ટેસ્ટીંગની કામગીરી અન્વયે રનવે-નું અને લેન્ડિંગ ઈન્સ્ટ્રુમેન્ટ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. pic.twitter.com/5UOKYG4lcV
— Collector Rajkot (@CollectorRjt) March 4, 2023
એરપોર્ટ ખાતે હાલમાં ટર્મીનલ-1-2 લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઇલ ટાવર, કોમ્યુનિકેશન અને એમ.ટી. બિલ્ડીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. 3 કિ.મી.નો રન-વે તૈયાર થઇ જતા હવે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સીસ્ટમ અને નેવિગેશન કન્ટ્રોલ સીસ્ટમ અને એ.ટી.સી ટાવરની મદદથી કેલિબ્રેશન ફલાઇટ ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત