Team Chabuk-Gujarat Desk: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતના અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાંના અનેક જિલ્લમાં વરસાદ વરસતા ખેડૂતો પરેશાન થયા છે. અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ પડતાં શેરીઓમાં નદીઓ જેવા દૃશ્યો સર્જાયા હતા.
રાજ્યના કેટલાક જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ધારીમાં અનેક ગામમાં વરસાદ વરસ્યો છે. સુખપુર, ગોવિદપુર સહિતના ગામડામાં વરસાદ છૂટો છવાયો વરસાડ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અહીં કેસર કેરીનો ગઢ ગણાતા ધારી વિસ્તારમાં કેરી સહિત ચણા, ઘઉં અને ધાણા સહિતના તૈયાર પાકોમાં નુકસાન જવાની ભીતિ જોવા મળી રહી છે.
સાવરકુંડલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેતરોમાં ખેડૂતોએ પોતાનો પાક ઢાંકવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ઈટો પકાવતા કુંભારોએ પોતાની ભઠ્ઠા તાલપત્રીથી ઢાંકવાની કવાયત હાથ ધરી છે. ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે.
અંબાજી દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાંતા તાલુકામાં ઘઉં, ચણા અને જીરાના પાકને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને જિલ્લાના સાળંગપુર ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત