Team Chabuk-Gujarat Desk: TRP ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં 28 લોકોના મોત થયા છે. હાલ તમામ મૃતકોના મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. એકપણ મૃતદેહની ઓળખ થઈ શકી નથી. કેમ કે તમામ મૃતદેહ બળીને ભડથું થઈ ગયા છે. પોટલામાં બાંધીને મૃતદેહો હોસ્પિટલ સુધી લાવવા પડ્યા હતા. મૃતકોની ઓળખ કરવા માટે તમામના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. આ માટે પોસ્ટમોર્ટમ પહેલા ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે ગુમ વ્યક્તિઓના પરિવારજનો કલ્પાંત કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં ગુમ થનાર લોકોના નામની યાદી સામે આવી છે.
આગ દુર્ઘટનામાં ગુમ વ્યક્તિઓના નામની યાદી
નક્ષજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉં.વ. 23)
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉં.વ. 44)
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 15)
દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 15)
સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉં.વ. 45)
ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ. 35)
અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉં.વ. 24)
ખ્યાતિબેન સાવલીયા (ઉં.વ. 20)
હરિતાબેન સાવલીયા (ઉં.વ. 24)
વિશ્વરાજસિંહ જાડેજા (ઉં.વ. 23)
કલ્પેશભાઈ બગડા
સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
નીરવ રસિકભાઈ વેકરીયા (ઉં.વ. 20)
સત્યપાલસિંહ જાડેજા (ઉં.વ. 17)
શત્રુગ્નસિંહ ચુડાસમા (ઉં.વ. 17)
જયંત ગોરેચા
સુરપાલસિંહ જાડેજા
નમનજીતસિંહ જાડેજા
મિતેષ બાબુભાઈ જાદવ (ઉં.વ 25)
ઓમદેવસિંહ ચુડાસમા (ઉં.વ. 35) રહે. ભાવનગર
વિરેન્દ્રસિંહ
આશાબેન ચંદુભાઈ કાથડ (ઉં.વ. 18 વર્ષ)
રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉં.વ. 12)
રમેશકુમાર નસ્તારામ (રહે. બાડમેર, રાજસ્થાન)
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
મોનુ કેશવભાઈ ગોટે (ઉં.વ. 17)

ગુમ થનારમાં ઘણા લોકો એક પરિવારના પણ છે. તો કેટલાક નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં ગેમ ઝોનમાં કામ કરતાં કર્મચારીઓના પણ મોત થયા છે. હાલ પરિવારજનો પણ પોતાના સ્વજનની રાહમાં આક્રંદ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર