Team Chabuk-Gujarat Desk: 25 મેના રોજ રાજકોટ શહેરના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં અનેક પરિવારના માળા વિંખાયા છે. 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. રજાના સમયમાં મોજ-મસ્તી કરવા પહોંચેલા લોકોને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હોય કે આ ગેમ ઝોનમાં તેમનો આ અંતિમ દિવસ હશે. અનેક નાના બાળકોના પણ આ આગમાં મોત થયા છે. આ આગ દુર્ઘટનામાં એક દંપતીનું પણ મોત નિપજ્યું છે. અમેરિકાથી આવેલા અને અઠવાડિયા પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા દંપતીનું આગ દુર્ઘટનામાં મોત થયું છે. અક્ષય ઢોલરિયા લગ્ન માટે ખાસ કેનેડાથી આવ્યો હતો અને 18 મેના રોજ અક્ષય અને ખ્યાતિના લગ્ન થયા હતા. ગઈકાલે અક્ષય ઢોલરિયા, પત્ની ખ્યાતિ ઢોલરિયા અને સાળી હરિતા સાવલીયા ટીઆરપી ગેમ ઝોનમાં ફરવા ગયા હતા. જ્યાં ત્રણેયના મોત નિપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે લાગેલી આગમાં અક્ષય ઢોલરિયા અને ખ્યાતિ ઢોલરિયાનું અકાળે મોત થયું છે. પતિ-પત્નીના મોતથી પરિવારજનો હચમચી ગયા છે. કેમ કે તેઓ હજું થોડા દિવસ પહેલા જ અમેરિકાથી અહીંયા આવ્યા હતા અને માત્ર અઠવાડિયા પહેલા જ તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. લગ્ન જીવનની શરૂઆત થતાં જ તેમના જીવનમાં કાળચક્ર ફરી ગયું અને બન્નેનું નિધન થયું. અક્ષય અને ખ્યાતિએ હજુ સાથે જીવવાના સ્વપ્નો જોવાના ચાલુ કર્યા હતા. ત્યાં જ આગ બન્નેને ભરખી ગઈ. અક્ષય અને ખ્યાતિના લગ્નને હજુ અઠવાડિયા જેટલો જ સમય થયો છે. ત્યાં જ બન્નેનું નિધન થતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત