Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ગઈકાલે ગુરુવારે એક હત્યા થઈ. બે શખ્સોએ 32 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને બેરહેમીથી હત્યા કરી. જેના CCTV પણ સામે આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ગણતરીની કલાકોમાં જ ક્રાઈમબ્રાંચની ટીમે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને બે આરોપીની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે.
હત્યાકાંડ મુદ્દે DCP પ્રવિણકુમાર મીણાએ મીડિયાને જણાવ્યુ હતું કે, ગુરુવારે વિજય નામના યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી અને ક્રાઈમબ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હત્યાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના કારણે આરોપીની ઓળખ સરળ બની હતી. આ ઉપરાંત મૃતકના પરિવારે પણ આરોપીની ઓળખ પોલીસને આપી હતી. મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, CCTVમાં દેખાતો એક શખ્સ તેમના વિસ્તારમાં જ રહે છે.
હત્યારાની ઓળખ થયા બાદ તાત્કાલિક પોલીસે આરોપીનું લોકેશન મેળવ્યું હતું અને બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, બેમાંથી એક આરોપીની દીકરીને મૃતક વિજય મેર ગત ઓક્ટોબર મહિનામાં અપહરણ કરીને રાજસ્થાન સહિતની જગ્યાઓ પર લઈ ગયો હતો. આ અંગે વિજયની હત્યાના આરોપીએ તે સમયે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ વિજય અને હત્યાના આરોપીની દીકરી જૂનાગઢથી ઝડપાયા હતા અને દીકરીને કબજો તેના પિતાને એટલે કે વિજયની હત્યાના આરોપીને સોંપાયો હતો.
બીજી તરફ વિજય વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને તેને જેલ પણ થઈ હતી. મહિના જેટલો સમય વિત્યા પછી વિજય મેરનો જામીન પર છૂટકારો થયો હતો. હત્યાના આરોપીએ પોલીસને કહ્યું કે, એક જ વિસ્તારમાં રહેતા હોવાથી વિજય તેને અવારનવાર રસ્તામાં મળતો અને કહેતો કે તું મૂંછ નથી રાખતો તું મારું શું બગાડી લઈશ ? સાથે જ ધમકી આપતો કે હજુ પણ હું તારી દીકરીને ભગાડી જઈશ. વારંવાર આવી ઘટના બનતા વિજયની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને એક મિત્રની મદદથી હત્યાને અંજામ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપીએ વિજય પર તીક્ષ્ણ હથિયારના 10 જેટલા ઘા ઝીંક્યા હતા. અચાનક હથિયાર સાથે આવેલા શખ્સો સામે વિજય કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ તેના પર ઉપરાછાપરી ઘા વિંઝાયા હતા. જેમાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત