Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં અલગ અલગ ચાર વિકાસ કામોનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું હતું. સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક-વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલી હાજરી આપી હતી. સોમનાથ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી.
Dedication of various projects at Somnath by PM Shri @narendramodi : The magnificent amalgamation of Spirituality, Heritage and Tourism#JaySomnath pic.twitter.com/fQRztyaVWb
— CMO Gujarat (@CMOGuj) August 20, 2021
આ કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ રીતે હાજરી આપનાર દેશના વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ જય સોમનાથથી સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, હુ વચર્યુઅલી જોડાયો છું, પણ મનથી હુ સ્વંયને સોમનાથના ચરણમાં અર્પણ કરુ છું. હુ ખુશ છું કે મને પુણ્ય કામની તક મળી છે. આજે આપણે આ પવિત્ર કામના સાક્ષી બન્યા છે. આજે મને સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જીર્ણોદ્વાર બાદ નવા સ્વરૂપમાં જૂના સોમનાથ મંદિરના લોકાર્પણનું સૌભાગ્ય મળ્યુ છે. આપણા તમામ માટે ભગવાન સોમનાથના આર્શીવાદની સિદ્ધી છે. લોખંડી પુરુષ સરદાર પટેલના ચરણમાં નમન કરું છું, જેમણે ભારતના પ્રાચીન ગૌરવને જીવંત કર્યું. આઝાદીના 75 મા વર્ષે આપણે તેમના પ્રયાસોને આગળ વધારીએ છીએ. સોમનાથને નવી ભવ્યતા આપી છે.
વડાપ્રધાને આગળ કહ્યું કે, સોમનાથ સદીઓથી શિવની ભૂમિ રહી છે. જે કલ્યાણને જે સિદ્ધિને પ્રદાન કરે છે તે શિવ છે. શિવ વિનાશમાં પણ વિકાસનું બીજ અંકુરિત કરે છે. સંહારમાં સર્જનને જન્મ આપે છે. તેથી શિવ અવિનાશી છે. તે અવ્યક્ત છે. શિવ અનાદી છે. તેથી શિવને અનાદી યોગી કહેવાય છે. સોમનાથનું આ મંદિર આપણા આત્મવિશ્વાસનું પ્રેરણાસ્થળ છે. દુનિયામાં કોઈ આ ભવ્ય સંરચનાને જુઓ તો તેને માત્ર મંદિર નથી દેખાતુ, પણ તેને એવું અસ્તિત્વ દેખાય છે જે હજારો વર્ષોથી પ્રેરણા આપે છે. આ એવું સ્થળ છે, જેને હજારો વર્ષો પહેલા આપણા ઋષિઓએ પ્રકાશનું ક્ષેત્ર બતાવ્યું છે. જે આજે વિશ્વ સામે આહવાન કરે છે કે સત્યને અસત્ય સામે હરાવી શકાતુ નથી. આ મંદિરને સેંકડો વર્ષોના ઈતિહાસમાં અનેકવાર તોડાયું છે. મૂર્તિઓને ખંડિત કરાયું. તેનુ અસ્તિત્વ મટાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ તેને જેટલીવાર પાડવામાં આવ્યું, તે એટલીવાર ઉભુ થયું. તેથી તે આજે માત્ર ભારત જ નહિ, પણ સમગ્ર વિશ્વનું વિશ્વાસ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, સદીઓ પહેલા ભારત સોના-ચાંદીનો ભંડાર હતું. દુનિયાભરના સોનાનો હિસ્સો ભારતના મંદિરમાં હતા. પ્રથમ રાષ્ટ્રપતિનું આ સપનુ આપણા માટે મોટી પ્રેરણા છે. સૈૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ… આપણે ત્યાં જે જ્યોતિર્લિંગની સ્થાપના કરાઈ છે, તેની શરૂઆત સોમનાથથી થાય છે. 12 જ્યોર્તિલિંગ સમગ્ર ભારતને જોડવાનુ કામ કરે છે. તેવી જ રીતે ચારેય ધામ, શક્તિપીઠ, તીર્થધામ આપણી આસ્થા એક ભારત શ્રેષ્ઠ ભારત બતાવે છે. દુનિયા સદીઓથી આશ્ચર્યચકિત થતુ આવ્યુ છે કે વિવિધતાઓથી ભરેલુ ભારત એક કેવી રીતે છે.
આપણે એકબીજાની ભાષા નથી સમજતા, પણ આદતોથી બધા એક છે. આ બાબતે સદીઓથી ભારતને એકતાના સૂત્રને બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આપણુ દાયિત્વ છે કે તેને સતત મજબૂત કરતા રહેવુ. દર્શન, સંસ્કૃતિ અને આધ્યાત્મ તરફ સૌ આકર્ષિત થઈ રહ્યા છે. નવી પેઢીમાં પણ આ મામલે જાગૃતતા આવી છે. તેથી જ આધ્યાત્મિક ટુરિઝમમાં અનેક શક્યતાઓ છે. તેથી જ પ્રાચીન ગૌરવને પુનજીવિત કરવામાં આવી રહ્યા છે. રામાયણ સર્કિટનું ઉદાહરણ આપણી સામે છે.
આપણા પૂર્વજોને દીર્ઘદ્રષ્ટિ એટલી હતી કે, તેમણે દૂરના વિસ્તારોને પણ આસ્થા સાથે જોડવાનો પ્રયાસ કર્યો. જ્યારે આપણી પાસે આધુનિક સુવિધાઓ આવે તો આપણે તેને દુર્ગમ સમજીને છોડી દીધા. આપણા પર્વતીયા વિસ્તારો તેનુ મોટુ ઉદાહરણ છે. પરંતુ હવે આપણે તેને પણ આવરી લીધા છે. શહેરોને જોડવા માટે કનેક્ટિવિટી પર પણ કામ કરાઈ રહ્યુ છે. જેથી પર્યટક એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે. આ તમામ પ્રોજેક્ટ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને આગામી સમયમાં નવી ઉર્જા આપશે. ભારત 2013 માં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડેક્સમાં 63 માં સ્થાન પર હતું, તે 2019 માં 34 માં સ્થાન પર આવી ગયુ છે. ટુરિઝમ સેન્ટરમાં હોસ્પિટાલિટી સેક્ટર સાથે જોડવાથી અનેક ફાયદા થશે.
લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સૌભાગ્ય છે કે સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે. તેમણે સોમનાથના વિકાસમાં નવી ગતિ આપી છે. આ વિકાસકાર્યોથી સોમનાથનું પ્રાચીન વૈભવ પરત મળ્યું છે. પ્રભાસ તીર્થને સુંદર બનાવવામાં પીએમ મોદીનો ભગીરથ પ્રયાસ રહ્યો છે. પ્રાચીન તીર્થની ગરિમા આજે આકાશ આંબી રહી છે.
આ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું
સોમનાથ મંદિરથી થોડે દૂર 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિર બનાવવામાં આવનાર છે તેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલી ભૂમિપૂજન કર્યું હતું. સોમનાથ મંદિરની પાછળ આવેલા દરિયાકિનારે 49 કરોડ રૂપિયાના ખર્ચે વોક વે તૈયાર કરવામાં આવ્યો છે જેને વડાપ્રધાને ખુલ્લો મૂક્યો હતો. એક કિલોમીટર લાંબા આ વોક વેને ‘સમુદ્ર દર્શન’ નામ આપવામાં આવ્યું છે. પ્રાચીન કલાકૃતિ ધરાવતું નવનિર્મિત મ્યૂઝિયમ અને અહલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદ્ઘાટન કરાયું છે. સોમનાથ મંદિર નજીક અંદાજે 25 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યો છે.
Somnath Temple is integral to our culture and ethos. Inaugurating development works there. #JaySomnath. https://t.co/yE8cLz2RmX
— Narendra Modi (@narendramodi) August 20, 2021
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે વિવિધ વિકાસકાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું. પ્રધાનમંત્રી 83 કરોડ રૂપિયાના જુદા જુદા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન અને ખાતમુહૂર્ત કરાયું છે. સોમનાથ મંદિરના રામમંદિર ઓડિટોરિયમમાં આ લોકાર્પણ કાર્યક્રમો યોજાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત