Team Chabuk-Gujarat desk: અમદાવાદના બાવળામાં સાત શખ્સો પર ઈંડાની લારી ચલાવી ગુજરાન ચલાવનારા યુવકની હત્યાનો આરોપ લાગ્યો છે. ઈંડાની લારી ચલાવતા યુવક સાથે આરોપીએ મફતમાં ઈંડા ખાવા બાબતે ઝખડો કર્યો અને આ ઝઘડાનો અંત હત્યામાં પરિણમ્યો.
અમદાવાદના બાવળા રૂપાલ બાયપાસ રોડ પર સોમવારે સાંજે રાહુલ, સંજય અને કિશન નામના 3 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પાઇપ, દંડા સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં રાહુલ ઠાકોર નામના યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

આ કેસમાં પોલીસે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા સામે ચોંકાવનારી હકીકકતો સામે આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સાત શખ્સોએ સાથે મળીને હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. હત્યાના મુખ્ય આરોપી સંજય વાણિયા તેના મિત્રો સાથે રાહુલ ઠાકોરની ઈંડાની લારી પર આવી મફતમાં ઈંડા ખાઈ જતો હતો.
ગત સોમવારે પણ આરોપી સંજય ઈંડાની લારી પર આવ્યો અને અને ઈંડાની ડીશ માગી જો કે, રાહુલ ઠાકોરે તેની પાસેથી અગાઉ બાકીના પૈસા માગતા આરોપી સંજયે તેની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો ત્યારબાદ ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન સંજયે ફોન કરીને તેના સાગરિતોને બોલાવ્યા અને રાહુલનું ત્યાં જ ઢીમ ઢાળી દીધુ.

પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સંજય વાણિયા અને શૈલેષ પરમાર નામના આરોપીને ઝડપી લીધા છે. જ્યારે અન્ય પાંચ શખ્સો ફરાર છે. પોલીસની પકડમાં આવેલા મુખ્ય આરોપી સંજય વાણિયાએ કબૂલાત કરી છે કે, ઈંડાની લારી ચલાવતા રાહુલે તેની પાસે બાકીના પૈસાની ઉઘરાણી કરી હતી જેમાંથી ઝઘડો થયો હતો. આરોપીઓ યુવકને માર મારી ત્યાંથી નાસી ગયા હતા. આ ઘટનામાં અન્ય બે યુવક પણ ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે ખસેડાયા હતા. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર અન્ય આરોપીને શોધી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત