Homeગુર્જર નગરીજૂનાગઢઃ સાડા પાંચ લાખની લૂંટના કેસમાં બે ઝડપાયા, મહિલાના ઘરમાં ઘૂસી છરી...

જૂનાગઢઃ સાડા પાંચ લાખની લૂંટના કેસમાં બે ઝડપાયા, મહિલાના ઘરમાં ઘૂસી છરી અને બંદૂક બતાવી કરી હતી લૂંટ, રીઢા ગુનેગાર છે આરોપી

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢનાં જોષીપરા વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી 5.26 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં જુનાગઢ પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓએ જોષીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ઘૂસી લૂંટ કરી હતી. આરોપ છે કે, સાંજના સમયે આરોપી મકાનમાં ઘૂસ્યા હતા અને એકલા રહેતા મહિલાને છરી તેમજ બંદૂક બતાવી રોકડા બે લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 5.26 લાખ રૂપિયાની લૂંટ કરી હતી.

આરોપીને શોધવા જૂનાગઢ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં બાતમીના આધારે કેશોદથી જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે. પોલીસે આરોપી પાસેથી તમામ રોકડ રકમ અને દાગીના પણ જપ્ત કર્યા છે.. લૂંટને અંજામ આપીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જૂનાગઢના અલગ-અલગ વિસ્તારમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

daiper

લૂંટને અંજામ આપતા પહેલા આરોપીએ જૂનાગઢની આલ્ફા સ્કૂલ નંબર 1 પાસેથી બાઇકની ચોરી કરી હતી. બાદમાં બાઇકના નંબરની પ્લેટ કાઢી સાંજના 7:18 વાગ્યે લૂંટ ચલાવી હતી. ચોરી બાદ બન્ને આરોપી બાઇક લઇને નાસી ગયા હતા. બાદમાં બાઇકને કેશોદ રેલવે સ્ટેશન મુકી પોત-પોતાના ઘરે જતા રહ્યા હતા.

સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સોર્સના આધારે કેશોદના ડેવિડ ઉર્ફે જેન્તી સોલંકી અને અનિલ વ્રજલાલ ઉર્ફે વજુ મારુના નામ ખુલ્યા હતા. આમ, જૂનાગઢમાં થયેલી સાડા પાંચ લાખની લૂંટના આરોપીઓને એલસીબીએ ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. દાવો છે કે, આ બંને આરોપી વિરૂદ્ધ અગાઉ પણ ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુના નોંધાયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments