Homeગુર્જર નગરીરાજકોટ: વરસાદી પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે સગા ભાઈના મોત

રાજકોટ: વરસાદી પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે સગા ભાઈના મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટના શાપર-વેરાવળમાં વરસાદી પાણીના ખાડામાં ન્હાવા પડતા બે બાળકોના મોત નિપજ્યા છે. ગઈકાલે બપોરે માતા-પિતા કડિયા કામ કરતા હતા, બંને સાઇટ પરથી નીકળી ગયા હતા. તેથી તેમના બે બાળકો 5 વર્ષનો અર્જુન અને 9 વર્ષનો અશ્વિન ઘરમાથી નીકળીને વરસાદી પાણીમા ન્હાવા પડ્યા હતા. માતાપિતા સાંજે ઘરે આવ્યા તો ઘરમાં બાળકો ન હતા. બાળકોની શોધખોળ બાદ પણ તેઓ સાંજે પરત ન ફરતા પોલીસને જાણ કરાઈ હતી. ભારે શોધખોળ કરતા બંને બાળકોના મૃતદેહ વરસાદી પાણીના ખાડામાંથી મળતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે હાલ રાજકોટના શાપર-વેરાવળમાં શુક્રવારના રોજ માતાપિતા બાંધકામની સાઈટ પર કડિયા કામ કરી રહૃાા હતા, આ સમયે બંને ભાઈઓ બાંધકામની સાઈટ પરથી નીકળી ગયા હતા. રસ્તામાં વરસાદૃી પાણીથી ભરાઈ રહેલા ખાડામાં બંને ભાઈઓ નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન ડૂબી જવાથી બંનેનાં મૃત્યું થયા હતા. સાંજે બંને બાળકો બાંધકામ સાઈટ પર પરત ન ફરતા માતા-પિતાએ શાપર વેરાવળ પોલીસને જાણ કરી હતી. શોધખોળ દરમિયાન વરસાદી પાણી ભરેલા ખાડામાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદૃ બંને બાળકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જાણવા મળતી વિગતો અનુસાર બંને ભાઈઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે. પાંચ વર્ષના અર્જુન અને નવ વર્ષના અશ્વિનનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments