Homeગુર્જર નગરીજૂનાગઢઃ મેઘરાજાની જમાવટ, માણાવદરમાં 4 ઈંચ, વંથલીમાં 3 ઈંચ, એક...

જૂનાગઢઃ મેઘરાજાની જમાવટ, માણાવદરમાં 4 ઈંચ, વંથલીમાં 3 ઈંચ, એક ક્લિકમાં જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘરાજાએ જમાવટ કરી. ધોધમાર વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તાર પાણી-પાણી થયા છે. જિલ્લામાં સૌથી વધુ માણાવદરમાં ત્રણ કલાકમાં 4 ઈંચ, વંથલીમાં 3 ઈંચ અને જૂનાગઢ શહેરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરોની બજારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સવારથી જ જિલ્લાના તમામ તાલુકાના આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયા હતા. જે બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી. ક્યાક ધીમીધારે તો ક્યાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બપોરે પણ અવિરત ચાલુ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં સવારે 6થી 12 વાગ્યા સુધીમાં કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો એના પર નજર કરીએ તો માણાવદરમાં 4 ઈંચ, વંથલીમાં 3 ઈંચ, જૂનાગઢમાં 2 ઈંચ, માળિયાહાટીનામાં 2 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, વિસાવદરમાં 1 ઈંચ, મેંદરડામાં અડધો ઇંચ, કેશોદમાં (અડધો ઈંચ), ભેંસાણમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.
જ્યારે 12થી ત્રણ વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં દોઢ ઈંચ, ભેસાણમાં 1 ઈંચ, માંગરોળમાં પોણો ઈંચ, માળિયામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો.

મેઘરાજાની જમાવટના પગલે ગીરની સુંદરતા નીખરી છે. વરસાદના પગલે જંગલમાં ફરી વૃક્ષો હરિયાળા બન્યા છે. તો ડૂંગર પરથી પણ ઝરણાં જીવંત થતાં ગીરની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments