Homeગુર્જર નગરીરાજકોટઃ ઓસમ ડુંગરે માતાજીના દર્શને જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, બે કાર...

રાજકોટઃ ઓસમ ડુંગરે માતાજીના દર્શને જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, બે કાર ધડાકાભેર અથડાઈ

Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તાલુકાના મોટી પાનેલી અને જામજોધપુરના સિદસર ગામની વચ્ચે કાંકરી પથ્થરના ભરડિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 8 લોકોને ઈજા પહોંચી છે. બે કાર ધડાકાભેર સામસામે અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને કારમાં સવાર આઠ લોકોને ઈજા પહોંચી છે. જેમાંથી ચાર લોકોને ઉપલેટા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે જ્યારે અન્ય ચાર લોકોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા છે.

મળતી માહિતી પ્રમાણે મોટી પાનેલી અને જામજોધપુર તાલુકાના સિદસર ગામ વચ્ચે આવેલા ભરડિયા પાસે મારૂતિ વાન અને અન્ય એક કાર સામ સામે અથડાઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળેલી વિગતો પ્રમાણે એક કારમાં સવાર પરિવાર દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામનો હતો અને ધોરાજીના પાટણવાવમાં આવેલા ઓસમ ડુંગર ખાતે માત્રી માતાના મંદિરે દર્શને જઈ રહ્યો હતો. ત્યારે માતાજીના દર્શન માટે પહોંચે તે પહેલાં જ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં આઠ લોકોને ઈજા થઈ છે જેમાં શિતલબેન જગદીશભાઈ મહેતા, મંજુબેન મનસુખભાઈ મહેતા, અતુલભાઈ લીલાધરભાઈ રાવલ (ડ્રાઈવર) તમામ ભાડથર ગામના રહેવાસી છે. તો રમેશભાઈ બાવભાઈ રાદડિયા અમરેલીના બાબાપુરના વતની છે. આ ચારેય ઇજાગ્રસ્તોને શહેરની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે. જ્યારે ત્રિગુણાબેન રતિલાલ મહેતા, દિલીપભાઈ રતિલાલ મેહતા, જગદીશભાઈ મનુભાઈ મહેતા, અને શાંતાબેન અમૃતભાઈ મહેતા નામના ચાર ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. જેમાંથી 5 વ્યક્તિઓને ગંભીર ઈજા જણાતા વધુ સારવાર અર્થે જૂનાગઢ તથા રાજકોટ રીફર કરાય તેવી શક્યતા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments