Team Chabuk-Gujarat Desk: યુવાનોની આંતરિક શક્તિને ઉજાગર કરતો સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા યુવા ઉત્સવ-૨૦૨૧નો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર રાજદેવસિંહ ગોહીલે વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પીયુષ ફોફંડીની ઉપસ્થિતમાં શુભારંભ કરાવ્યો હતો. વેરાવળ-પ્રભાસપાટણ ખાતેની સેન્ટ મેરી હાઇસ્ફૂલના પરિસરમા આયોજિત આ ઉત્સવમાં સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. જેમાં ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરનો સમાવેશ થાય છે.

બે દિવસીય આ યુવા ઉત્સવમાં સમૂહગીત, લગ્નગીત, લોકવાર્તા, દોહા-છંદ, નિબંધ, ભજન, વકતૃત્વ, લોકવાદ્ય સંગીત, હળવુ કંઠ્ય સંગીત, ચિત્રકલા, ગઝલ શાયરી સહિતની ૧૫ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા ૪૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ ઝોન કક્ષાના યુવા ઉત્સવમાં વિજેતા બનેલ સ્પર્ધકોને રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં સૌરાષ્ટ્રનુ પ્રતિનિધિત્વ કરશે.

રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથ દ્વારા સંચાલિત આ યુવા ઉત્સવના પ્રારંભિક સત્રમાં વેરાવળ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી કપિલ મહેતા, ચીફ ઓફિસર શ્રી જતીન મહેતા, અગ્રણી શ્રી બચુભાઇ વાજા, સેન્ટ મેરી હાઈસ્કૂલના આચાર્ય શ્રી બીજુ સેબાસ્ટીયન, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હરેશકુમાર મકવાણા અને વિવિધ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવો મંત્રમુગ્ધ
સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા યુવા ઉત્સવના ઉદ્ઘઘાટન સત્રમાં પોરબંદરના બોખીરા ગામના મહેર સમાજના ૧૮ યુવાનોએ રજૂ કરેલા ઢાલ-તલવારના રાસથી કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ સહિતના મહાનુભાવો મંત્રમુગ્ધ બન્યા હતા. શિવાજીના હાલરડાં અને દુહા-છંદના પર રમાયેલા આ રાસ ઘડીભર તો યુદ્ધ મહોલનો ખડુ કરી દે તેવુ વાતાવરણ સર્જાય ગયું હતુ. મહેર યુવાનોએ રણ મેદાનમાં ગર્જના કરતા હોય તેવા પડકારા અને ચિચિયારીઓ સાથે મંચ ધ્રુજાવી દે તેવા જોમ જુસ્સા સાથે શૌર્યરાસ રજૂ કર્યો હતો. ખડક અને ઢાલના ટકરાવની તાલમય ધ્વનિથી ઉપસ્થિત સૌ કોઈના રૂવાડા ઉભા થઈ ગયા હતા.

આ પ્રસ્તુતિથી પ્રભાવિત થઈ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલ ઉભા થઈ શ્રી ચામુંડા મહેર રાસ ગ્રુપના સંચાલક શ્રી રાજ બોખીરીયાને અને યુવાનોને બિરદાવી યુદ્ધનો માહોલ ઉભો કરી દીધો હોવાનુ જણાવ્યું હતું. અને સહર્ષ આ યુવાનો સાથે તસવીર લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત