Homeગુર્જર નગરીહળવદમાં એક જ દિવસમાં 23 લોકોને કૂતરાએ બચકાં ભર્યા, ઈન્જેક્શન લેવા દર્દીઓને...

હળવદમાં એક જ દિવસમાં 23 લોકોને કૂતરાએ બચકાં ભર્યા, ઈન્જેક્શન લેવા દર્દીઓને મોરબી અને સુરેન્દ્રનગર લઈ જવા પડ્યા

Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લાના હળવદમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો છે. દિવાળીના તહેવાર ટાણે જ હડકાયા કૂતરાએ જાણે આખા હળવદને બાનમાં લીધું હોય તેમ એક જ દિવસમાં 23 લોકોને બચકાં ભરી લીધા હતા. આ હડકાયા કૂતરાના આતંકથી હળવદ શહેરના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હળવદની હોસ્પિટલમાં સુવિધાના નામે પણ મીડું હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે હળવદની હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોવાથી ઈજાગ્રસ્તોને સારવાર માટેના ઈન્જેક્શન આપવા માટે મોરબી અને સુરેન્દ્રનગર લઈ જવા પડ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે આજે ગુરુવારના રોજ હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં એક હડકાયા કૂતરાએ સમગ્ર વિસ્તારનો પોતાના બાનમાં લઈ લીધો હતો અને સમગ્ર વિસ્તારમાં પોતાનો આતંક વર્તાવ્યો હતો. આ હડકાયા કૂતરાએ એક જ દિવસમાં 23 લોકોને બચકાં ભરીને ઈજાગ્રસ્ત કરી દીધા છે. હળવદ શહેરમાં કૂતરું હડકાયું થયું હોય અને 23 જેટલા લોકોને બચકાં ભરી લીધા હોવાના સમાચાર શહેરમાં પ્રસરી જતાં લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવાનું પણ યોગ્ય માન્યું છે.

આ તરફ 23 લોકોને કૂતરાએ બચકાં ભર્યા હોવાથી તેઓને સારવાર માટે હળવદની હોસ્પિટલ લઈ જવાતાં ત્યાં હડકવા વિરોધી રસનીના ઈન્જેક્શનનો સ્ટોક જ ખાલી થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ઈજાગ્રસ્ત લોકોને પરિવારજનો દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર સારવાર માટે દોડવું પડ્યું હતું. આમ લોકો સરકારી તંત્રની અસુવિધાનો પણ ભોગ બન્યા હતા.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments