Homeગુર્જર નગરીપાટણમાં આમ આદમી પાર્ટીના બે પૂર્વ પ્રમુખોની પત્નીના હાર્ટ એટેકથી મોત

પાટણમાં આમ આદમી પાર્ટીના બે પૂર્વ પ્રમુખોની પત્નીના હાર્ટ એટેકથી મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જુવાનજોધ લોકોના હાર્ટ એટેકના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે પાટણમાં એક અચંબિત કરતો બનાવ સામે આવ્યો છે. પાટણમાં આમ આદમી પાર્ટીના બે પૂર્વ પ્રમુખોની પત્નીના હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે પાટણના આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ઉત્તમ ડોડીયાનાં પત્ની ઉર્મિલા ડોડીયાનું અને પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલનાં પત્ની ભાવિકા પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. જોગાનુજોગ એકજ પાર્ટીના બે પૂર્વ પ્રમુખોની પત્નીઓના હાર્ટ એટેકથી મોત થયા છે. જેના કારણે પાટણ પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં, હાર્ટ એટેક બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. હાલતા-ચાલતા વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવી રહ્યા છે. આ પ્રકારના બનાવોથી ડોક્ટરો પણ મુંઝવણમાં છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તાજેતરના ભૂતકાળમાં ઘણા ફિટ યુવાનોના અચાનક મૃત્યુએ આ અંગે ચિંતા વધારી છે. કોવિડ પછી હૃદયરોગના હુમલામાં અચાનક વધારો અને આપણા હૃદયને કેવી રીતે સ્વસ્થ રાખવું તે અંગે ચર્ચા કરવામાં આવી છે.હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને કેટલાક લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments