Team Chabuk-Gujarat Desk: ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે NCB અને ઈન્ડિયાન નેવીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાતના મધ દરિયેથી 529 કિલો હશિશ, 234 કિલો મેથંફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું છે. NCBના જણાવ્યા અનુસાર જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 હજાર કરોડની આસપાસ થવા પામે છે.
ઈતિહાસમાં પ્રથમ વખત મધદરિયામાં આ પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NCBને આ પ્રકારનું ડ્રગ્સ ટ્રાફિકિંગ થતું હોવાની જાણકારી મળી હતી. જેની નેવલ ઇન્ટેલિઝન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ NCB અને ઈન્ડિયન નેવીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. બન્ને એજન્સીઓએ મળીને પોરબંદરના દરિયામાંથી આટલો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે તે પાડોશી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે.
ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું. પરંતુ, આ બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે, ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
